હવે WhatsAppમા આવ્યું નવું ફિચર્સ; જે તમારા WhatsAppની તસવીર બદલી નાખશે....

05 July 2019 01:42 PM
Technology
  • હવે WhatsAppમા આવ્યું નવું ફિચર્સ; જે તમારા WhatsAppની તસવીર બદલી નાખશે....

અમે તમને એવી કેટલીક સુવિધાઓ વિશે જણાવીશું, જેનાથી તમારા Whatsappની તસવીર બદલાશે. આ ફિચર્સ બદલી નાખશે તમારા WhatsAppની તસવીર અમે તમને એવી કેટલીક સુવિધાઓ વિશે જણાવીશું, જેનાથી તમારા Whatsappની તસવીર બદલાશે.

Advertisement

નવી દિલ્હી: આપણામાંથી કોઈ એવું નહીં હોય કે જેની પાસે સ્માર્ટફોન નહીં હોય અને Whatsapp યૂઝ ન કરતો હોય. તેની લોકપ્રિયતા એટલી વધી ગઇ છે કે વોટ્સએપ તેના સમયપર નવા અપડેટ્સ લઇને આવે છે. આજે અમે તમને કેટલીક સુવિધાઓ વિશે જણાવીશું જે તમારી વોટ્સએપ એપ્લિકેશનની તસવીર બદલી નાખશે.

QR કોડ સ્કેનિંગથી કોઇ કોન્ટેક્ટને ફોન સાથે જોડવો ખૂબ સરળ રહેશે. આ સુવિધા આવ્યાં પછી તમામ યૂઝર્સોને એક યૂનિક QR કોડ આપવામાં આવશે જેને સ્કેન કરવાથી કોઇપણ કોન્ટેક્ટને ફોન બૂકમાં જોડી શકાશે. આ સુવિધા ચાઇનીઝ ચેટ એપ્લિકેશન WeChat પર ઉપલબ્ધ છે.

ડાર્ક મોડ

આજકાલ લોકો ડાર્ક મોડને ખૂબ પસંદ કરી રહ્યા છે. જીમેલ, ગૂગલ ક્રોમ અને ફેસબુક મેસેન્જરમાં પણ ડાર્ક મોડ સુવિધા આપવામાં આવી છે. Whatsapp આના પર ખૂબ મહેનત કરી રહ્યું છે. ડાર્ક મોડની સુવિધા ફક્ત આંખો માટે જ આરામદાયક નથી પણ બેટરીને પણ બચે છે.

વોટ્સએપ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટીકેશન

ફિંગરપ્રિન્ટ ઓથેન્ટીકેશન આવ્યાં બાદ વોટ્સએપ વધુ સુરક્ષિત થઇ જશે. દર વખતે જ્યારે તમે એપ્લિકેશન ખોલો ત્યારે તમારે ફિંગરપ્રિન્ટને પ્રમાણિત કરવું પડશે.

આ પણ વાંચો: Googleથી કોઇપણને મોકલી શકો છો WhatsApp મેસેજ

ફેસબુક પર તમારા Whatsapp સ્ટેટસ કરી શકશો શેર

આ સુવિધા આવ્યાં બાદ યૂઝર્સ તેમના સ્ટેટસને માત્ર ફેસબુક પર જ નહીં, પણ Instagram, Gmail અને Google Photos પર પણ શેર કરી શકશે. આના માટે એકાઉન્ટને લિંક કરવાની જરૂર રહેશે નહીં.

કોન્ટેક્ટસનું થઇ શકશે રેન્કિંગ

આ સુવિધા તમારા મનપસંદ કોન્ટેક્ટ્સને હંમેશા ટોપ પર રાખશે. જેનો અર્થ છે કે તમે સૌથી વધારે જેને સંપર્ક કરો છો તે તમને ઉપર દેખાશે.


Advertisement