દેશમાં 16 કરોડ લોકો દારૂ પીવે છે; એમાંના 5.7 કરોડને કાયમી વ્યસન

05 July 2019 12:37 PM
Health India
  • દેશમાં 16 કરોડ લોકો દારૂ પીવે છે; એમાંના 5.7 કરોડને કાયમી વ્યસન

3.1 કરોડ લોકો ભાંગ અને 77 લાખ અફીણના બંધાણી

નવી દિલ્હી તા.5
શાળાના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોના વ્યસન પરની ચર્ચાનો જવાબ આપતા સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે રાજયસભામાં જણાવ્યું હતું કે દેશમાં 5.7 કરોડ લોકો આલ્કોહોલના બંધાણી છે. પ્રધાને જણાવ્યું હતું કે 72 લાખ ભાંગનો અને 77 લાખ લોકો અફીણનો ઉપયોગ કરે છે, અને વ્યસનમુક્તિ માટે તેમને મદદની જરૂર છે.
ગેહલોતે જણાવ્યું હતું કે ભારતીયો સાયકોએકટીવ પદાર્થ તરીકે મુખ્યત્વે આલ્કોહોલનો ઉપયોગ કરે છે અને એ પછી ભાંગ-અફીણનો ક્રમ આવે છે.
ભાજપના આર.કે.સિંહાની ધ્યાનાકર્ષક દરખાસ્તના જવાબમાં ગેહલોતે જણાવ્યું હતું કે દેશમાં 16 કરોડ લોકો આલ્કોહોલનો ઉપયોગ કરે છે અને 3.1 કરેડ ભાંગ અને 77 લાખ અફીણ લે છે.ગેહલોટે જણાવ્યું હતું કે તેમના મંત્રાલય દ્વારા 2018માં કરવામાં આવેલા નેશનલ હાઉસહોલ્ડ સર્વેમાં આ માહિતી સામે આવી હતી. ગેહલોતે જણાવ્યું હતું કે આ કેફી પદાર્થોનો ઉપયોગ તમામ વયજૂથોમાં થતો હતો, અને પુખ્ત પુરુષો વ્યસનથી સર્જાતા ડિસઓર્ડર (બિમારી, તકલીફ)નો મુખ્યત્વે ભોગ બન્યા છે.
સર્વે મુજબ 10થી75 વર્ષના 1.18 કરોડ લોકો સિડેટીવ્સ અને 77 લાખ ઈન્ટેલન્ટસનો ઉપયોગ કરતા હતા.


Loading...
Advertisement