માત્ર 10 મિનિટમાં 32 બર્ગર ખાઈ શકો?

05 July 2019 12:34 PM
Off-beat World
  • માત્ર 10 મિનિટમાં 32 બર્ગર ખાઈ શકો?
  • માત્ર 10 મિનિટમાં 32 બર્ગર ખાઈ શકો?
  • માત્ર 10 મિનિટમાં 32 બર્ગર ખાઈ શકો?
  • માત્ર 10 મિનિટમાં 32 બર્ગર ખાઈ શકો?
  • માત્ર 10 મિનિટમાં 32 બર્ગર ખાઈ શકો?

54 કિલોની મહિલાએ કરી બતાવ્યું

Advertisement

અમેરિકાના વોશિંગ્ટનમાં દર વર્ષે ચોથી જુલાઈએ યોજાતી ઈટિંગ કોમ્પીટીશનમાં આ વર્ષે પણ ચોંકાવનારું પર્ફોર્મન્સ આપનારા ખાનારા મળી આવ્યા હતા. ઝેડ બર્ગર આઉટલેટમાં યોજાયેલી આ દસમી ઈટીંગ કોમ્પીટીશનમાં કેલિફોર્નિયાની મોલી શુલર નામની મહિલા બાજી મારી ગઈ હતી. ચાર બાળકોની મા એવી મોલી દેખાવમાં પાતળી સરખી છે. વજન માત્ર 54 કિલો જેટલું છે. પરંતુ કોમ્પીટીટીવ ઈટીંગ દરમ્યાન તેણે દસ મિનિટમાં અધધધ 32 બર્ગર્સ ચટ કરી લીધા હતા. દસ મિનિટ પછી તેનું પેટ જાણે તે પ્રેગનન્ટ હોય એમ ફૂલી ગયું હતું. નવાઈની વાત એ હતી કે સ્પર્ધાના જજીઝને પણ એનો અંદાજો નહોતો. તેમના મતે કોઈ વ્યકિત વધુમાં વધુ 30 બર્ગર ખાઈ શકે એમ હતા એટલે તેમણે 30 નંબર સુધીના પાટીયા જ બનાવડાવ્યા હતા. મોલી જયારે 32 બર્ગર્સ ઓહિંયા કરી ગયા ત્યારે જજે પણ હાથેથી નંબર લખીને પાટીયુ બનાવવુ પડયુ હતું.


Advertisement