ભારતમાં આઈફોનનું વેચાણ ઘટતાં એપલ માટે 2019નું વર્ષ નબળું

04 July 2019 07:52 PM
Business India
  • ભારતમાં આઈફોનનું વેચાણ ઘટતાં એપલ માટે 2019નું વર્ષ નબળું

જાન્યુ-માર્ચ કવાર્ટરમાં આયાત 42% ઘટી

નવી દિલ્હી તા.4
આગલા એક વર્ષની સરખામણીએ જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં આઈફોનની આયાત 42% ઘટી જતાં 2015 પછી પહેલીવાર એપલ માટે ચાલુ વર્ષે નબળું પુરવાર થવાના એંધાણ છે. ભારે ડીસ્કાઉન્ટના કારણે માર્ચ સામે એપ્રિલમાં શિપમેન્ટ ત્રણ ગણું થવા છતાં મે અને જૂન સુધીમાં વેચાણ ઘડયું હતું. વિશ્ર્વના સૌથી ઝડપતા વૃદ્ધિ પામતા સ્માર્ટફોન બજારમાં આ આંકડા એપલના સંઘર્ષનો પુરાવો છે. એપલ તેના મોંઘા ભાવના ફોન તાઈવાનના કોન્ટ્રેકટ મેન્યુફેકચર ફોકસકોન દ્વારા ઘરઆંગણે બનાવવાની શરુઆત કરશે. શરુઆતની માલિક ઉત્પાદન ક્ષમતા 250,000 ડિવાઈસની રહેશે. એપલ ચીન બહાર પણ તેના પ્રોડકશન બેસનું વૈવિધ્યકરણ કરી રહી હોવાથી ભારતમાં થનારા 70-80% ઉત્પાદનની નિકાસ કરાશે. હોંગકોંગ સ્થિત કાઉન્ટર પોઈન્ટ ટેકનોલોજી માર્કેટ રિસર્ચના રિસર્ચ ડાયરેકટર નીલ શાહે જણાવ્યું હતું કે એપલ માટે 2018 નિરાશાજનક રહ્યું હતું, અને 2019 પણ નબળું લાગે છે. એપ્રિલમાં પ્રાઈસ કરેકશન થયું એ મહિનાને બાદ કરતાં ગત વર્ષની સરખામણીએ શિપમેન્ટમાં ઘટાડો થયો છે.
જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં આઈઓનની ભારતમાં આયાત ઘટી 222000 યુનીટ (નંગ) થઈ હતી. જો કે કંપનીના એનાલિસ્ટસ માને છે કે અડધા વર્ષ માટે આ સંખ્યા ત્રણ ગણી વધી શકે છે. આમ છતાં, આખા વર્ષનો અંદાજ 15થી16 લાખ યુનીટનો છે. આ અંદાજ સાચો પડે તો પણ એ 2018ની સરખામણીએ 10-17% નો અને 2017માં 32 લાખ યુનીટના શિપમેન્ટની સરખામણીએ 53% જેટલો ઘટાડો હશે.
શાહના જણાવ્યા મુજબ આઈફોનની કિંમત ઘટાડી વેચાણમાં મદદરૂપ થવા એપલ માટે સ્થાનિક મેન્યુફેકચરીંગ મહત્વનું છે.


Loading...
Advertisement