મેટરનીટી લીવના વધારાના 14 સપ્તાહનો ખર્ચ સરકાર એમ્પ્લોયરને મજરે આપશે

04 July 2019 07:49 PM
Health
  • મેટરનીટી લીવના વધારાના 14 સપ્તાહનો ખર્ચ સરકાર એમ્પ્લોયરને મજરે આપશે

15000ની માસીક પગારની મર્યાદા દૂર કરાશે

Advertisement

નવી દિલ્હી તા.4
સરકારે મેટરનીટી લીવમાં 14 સપ્તાહનો વધારો કરાતાં એનો ખર્ચ મજરે આપવા અને યોજનાનો લાભ મોટી સંખ્યાન મહિલાઓને મળે એ માટે રૂા.15000ના પગારની મર્યાદા દૂર કરવા સરકાર વિચાર કરી રહી છે. જો કે વધારવામાં આવેલા મેટરનીટી બેનીફીટસનો આંશિક હિસ્સો ગર્ભવતી મહિલાના પતિના એમ્પ્લોયરે ભોગવવો પડશે. મેટરનીટી બેનીફીટસ એકટ દ્વારા પ્રસુતિ સમયની 12 સપ્તાહની વધારી 26 સપ્તાહ કરાઈ હતી. પરંતુ એથી કેટલીક કંપનીઓ પ્રેગનન્ટ મહિલાઓ સામે ભેદભાવ રાખવાનું શરુ કરતા સરકારે વધારાના 14 માંથી 7 સપ્તાહનો ખર્ચ મજરે આપવા નિર્ણય કર્યો હતો.
જો આ દરખાસ્તનો અમલ થશે તો સરકાર પર વધારાના રૂા.400 કરોડનો બોજો પડશે. વળી, પિતાના એમ્પ્લોયરને પણ આંશિક ખર્ચ ઉપાડવા કાયદામાં સુધારો જરૂરી બનશે.


Advertisement