બાસ્કેટબોલ રોબોએ સતત 2000 ફ્રી થ્રો કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

04 July 2019 03:24 PM
Off-beat Technology World
  • બાસ્કેટબોલ રોબોએ સતત 2000 ફ્રી થ્રો કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Advertisement

ચોક્કસ અંતરે ઉભા રહીને બાસ્કેટ બોલની જાળીમાં બોલ નાખવાની કળા જેટલી એકયુરેટ માણસોમાં છે એવી હજી સુધી કોઇ રોબોમાં નથી આવી કેમ કે ફ્રી થ્રોનો રેકોર્ડ ટેડ માર્ટીન નામના બાસ્કેટ બોલ પ્લેયરના નામે છે જેમણે 1996ની સાલમાં સતત એકધારા પ221 ફ્રી થ્રો કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવેલો. હજી થોડા સમય પહેલા સુધી બાસ્કેટ બોલ રોબોની ક્ષમતા પાંચ ફ્રી થ્રોથી વધુની નહોતી. પરંતુ ટોયોટાના એન્જીનિયર્સની ટીમે મળીને એક ખાસ રોબો તૈયાર કર્યો છે. જે બાસ્કેટબોલમાં ટેડ માર્ટીનનો રેકોર્ડ તોડવા માટે મથી રહ્યો છે. હજી સુધી રોબોને માણસનો એ રેકોર્ડ તોડવામાં સફળતા નથી મળી. પરંતુ તાજેતરમાં પ્રેકટીસ સેશન દરમિયાન આ રોબો લગાતાર 2000 જેટલા ફ્રી થ્રો નાખતો થઇ ગયો છે. કયુ-થ્રી નામનો આ રોબો 6 ફૂટ 10 ઇંચ છે.


Advertisement