રાણાવાવમાં લબક ઝબક વીજ પુરવઠાથી વેપારીઓ પરેશાન: વીજ કચેરીમાં ફરિયાદ

04 July 2019 03:13 PM
Porbandar
  • રાણાવાવમાં લબક ઝબક વીજ પુરવઠાથી વેપારીઓ પરેશાન: વીજ કચેરીમાં ફરિયાદ

(બી.બી. ઠકકર) રાણાવાવ તા.4
રાણાવાવ શહેરમાં પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠામાં દરરોજ સપ્લાયર્સમાં અવાર નવાર વીજ પુરવઠો શહેરમાંથી ગાયબ થઈ જાય છે. અને જયારે આવે ત્યારે લો વોલ્ટેજ થઈ જાય છે. જેનાથી વેપારીઓ પણ ત્રાહીમામ પોકારી ગયા છે.
ગઈકાલે રાણાવાવ જુના બસ સ્ટેશનથી આશાપુરા ચોક સુધીમાં આવેલા વેપારી મીત્રોએ સ્થાનિક કચેરીમાં પોતાની સહીઓ સાથે અરજી પાઠવી છે.
જેમાં જણાવેલ છે કે જુના બસ સ્ટેશનથી આશાપુરા ચોક સુધી આવતો પાવર ડીમ થઈ જાય છે તેને લીધે ટયુબલાઈટ વગેરે ઉપડતા નથી. ઘણી વખત વધુ પાવર આવે ત્યારે ઈલેકટ્રીક વસ્તુઓને નુકશાન થાય છે. તેમજ અવારનવાર પાવર ઝટકા મારતો હોય જેનાથી ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે વેપારી મીત્રોએ અવારનવાર ફોનથી રૂબરૂ મળી સ્થાનિક કચેરીએ રજુઆતો કરી છે. પરંતુ આ વિસ્તારનો ફોલ્ટ રીપેરીંગ ન થતો હોવાનું વેપારી ભાઈઓએ જણાવેલ છે. તો તાત્કાલીક ઘટતુ કરવા માંગણી કરી છે.


Loading...
Advertisement