વોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક સર્વર ડાઉન: ફોટો ખુલતા નથી, અન્ય પ્રોબ્લેમ છે ? આ અહેવાલ વાંચો

03 July 2019 10:46 PM
Technology World
  • વોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક સર્વર ડાઉન: ફોટો ખુલતા નથી, અન્ય પ્રોબ્લેમ છે ? આ અહેવાલ વાંચો

ફોટો સહિત મીડિયા ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આ ત્રણેય સોશ્યલ મીડિયા ના એપ માં આજે સાંજથી પ્રોબ્લેમ ચાલુ

મુંબઈ | આજે સાંજથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ માં સર્વર ડાઉન છે અને પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ, બ્રિટન માં પણ પ્રોબ્લેમ ચાલુ જ છે.
વોટ્સએપ માં મીડિયા ડાઉનલોડ એટલે કે ફોટો, ઓડિયો - વીડિયો ફાઈલ, ડાઉનલોડ અને ટ્રાન્સફર કરવામાં પ્રોબ્લેમ થાય છે. આ કોઈ સાયબર એટેક છે કે સર્વર પ્રોબ્લેમ ફેસબુક તરફ થી આ અંગે કોઈ સ્ટેટમેન્ટ બહાર નથી આવ્યું,જે ત્રણેય એપ ની માલિકી ધરાવે છે.
ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સેપ માં સ્ટેટ્સ અપલોડ કરવા માં પણ પ્રોબ્લેમ થાય છે.
હાલ યુરોપ, ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ માં વોટ્સેપ સંપૂર્ણ રીતે બંધ છે.
કંપની તરફથી કોઈ સતાવાર અપડેટ ન મળતાં, હવે ક્યારે પ્રોબ્લેમ સોલ્વ થશે તેના અંગે કોઈ માહિતી નથી.


Loading...
Advertisement