શેરબજારમાં ટુંકી વધઘટે મીશ્ર વલણ: આંકમાં 27 પોઈન્ટનો સુધારો

03 July 2019 08:18 PM
Business India
  • શેરબજારમાં ટુંકી વધઘટે મીશ્ર વલણ: આંકમાં 27 પોઈન્ટનો સુધારો

મુંબઈ શેરબજારમાં આજે બેતરફી વધઘટે સુધારાનું વલણ હતું. પસંદગીના હેવીવેઈટ શેરોમાં આકર્ષણ વચ્ચે ધીમો સુધારો હતો. શુક્રવારે બજેટ રજુ થવાનું હોવાથી તેના પર મીટ હતી.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 27 પોઈન3ટ વધીને 39844 હતો. જે ઉંચામાં 39934 તથા નીચામાં 39732 હતો.. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 9 પોઈન્ટ વધીને 11919 હતો. જે ઉંચામાં 11945 તથા નીચામાં 11887 હતો.
રીલાયન્સ, બ્રીટાનીયા,ઈન્ડીયા બુલ્સ હાઉસીંગ, ઈન્ડુસાઈન્ડ બેંક, ઝી એન્ટર, સ્ટેટ બેંક, ટીસ્કો, એકસીસ બેંકમાં સુધારો હતો. આઈશર મોટર્સ, ગેઈલ, વેદાંતા, મારૂતી, ટીસીએસ, હિન્દ લીવરમાં ઘટાડો હતો.


Loading...
Advertisement