બોટાદના ગિરનારી આશ્રમ દ્વારા ગુરુવારના ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા: તૈયારીઓનો ધમધમાટ

02 July 2019 07:28 PM
Botad
  • બોટાદના ગિરનારી આશ્રમ દ્વારા ગુરુવારના ભગવાન
જગન્નાથજીની ભવ્ય રથયાત્રા: તૈયારીઓનો ધમધમાટ

આવતીકાલે ગિરનારી આશ્રમમાં માતાજીનો નવરંગ માંડવો યોજાશે

Advertisement

બોટાદ તા.2
બોટાદના ગિરનારી આશ્રમ શ્રી જગન્નાથ મંદિર બોટાદ ખાતેથી તા.4ના બોટાદ તા.4ના નિકળનાર 22મી રથયાત્રાને બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ રથયાત્રા સમિતિના ઉપપ્રમુખ સામતભાઈ જેબલીયા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંતો મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સવારે 7-15 કલાકે લીલીઝંડી ફરકાવી 22મી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.
આ રથયાત્રા અનુસંધાને તા.29ના બોટાદ જીલ્લા કલેકટર કચેરીએ બોટાદ અને ગઢડાના રથયાત્રાના આયોજકોને મહાનુભાવો અને દરેક ક્ષેત્રના અધિકારીઓની ઉપસ્તિતિમાં શાંતિ સમિતિની મિટીંગ યોજાયેલ તેમાં બોટાદ જીલ્લા કલેકટર તથા બોટાદ જીલ્લા પોલીસ વડા તથા બોટાદ જીલ્લા નાયબ પોલીસ વડા તતા બોટાદ તથા ગઢડાના મામલતદારો તથા બન્ને તાલુકાના નગરપાલીકાના પ્રમુખો તતા ચીફ ઓફીસરો તથા જીઈબીના અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારી તથા એસટી વિભાગના અધિકારીઓ અને બોટાદ ગઢડાના રથયાત્રા કમિટીના સભ્યો વિગેરે ઉપસ્થિત રહી વિવિધ અધિકારીઓને પ્રાથમીક સુવિધા જેવી કે લાઈટ પાણી રસ્તા આરોગ્ય પોલીસ બંદોબસ્ત અને રખડતા ઢોર અંગે રજુઆત કરેલ અને દરેક અધિકારીઓએ માંગણી મુજબનું દરેક કાર્ય કરી રથયાત્રા શાંતીથી સંપન થાય તેવી ખાત્રી આપેલ.
આ રથયાત્રા ગીરનારી આશ્રમ જગન્નાથ મંદિરેથી નીકળી પાળીયાદ રોડ થઈને બોટાદ નગર તરફ પ્રયાણ કરશે. આ રથયાત્રાનું દરેક વિસ્તારમાં વિવિધ જ્ઞાતિઓના આગેવાનો સ્વાગત કરશે, તેવી જ રીતે આ રથયાત્રા પાળીયાદ રોડ શુભમ કોમ્પ્લેક્ષ ખાતે આવશે ત્યારે ત્યાં બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ રથયાત્રા સમિતિના ઉપ પ્રમુખ સામતભાઈ જેબલીયા દ્વારા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને બળદેવજીનું અને રથયાત્રામાં ઉપસ્થિત સંતો મહંતોનું ફુલહારથી સ્વાગત કરી દરેક રથયાત્રીકોને દૂધ કોલ્ડ્રીંક પીવડાવી અંતરના આશિર્વાદ પ્રાપ્ત કરશે.
ત્યાંથી આગળ રોકડીયા હનુમાનથી હવેલી ચોક ખાતે પહોંચશે ત્યાં રથયાત્રામાં સામેલ અખાડાના સંતો મહંતો દ્વારા અંગ કસરતના કરતબો અને દાવપેચ કરી ઉપસ્થિત નગરજનોના દિલ હરી લેશે. આ રથયાત્રા બોટાદ શહેરના રાજમાર્ગો પર ફરી બપોરે 2 વાગ્યે ગીરનારી આશ્રમ ખાતે પરત ફરી ધર્મસભામાં ફેલવાશે. તો આ રથયાત્રામાં બોટાદ શહેર જીલ્લા તાલુકામાંથી બહોળી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહી રથયાત્રાની શોભા વધારશે તેમજ તા.3 બુધવારે એટલે કે રથયાત્રાના આગલે દિવસે માતાજીનો નવરંગ માંડવો અને ડાકડમરુનો કાર્યક્રમ રાખેલ છક્ષે અને દરેક રથયાત્રીકોને પ્રસાદ (જમવાની) વ્યવસ્થા ગીરનારી આશ્રમ ખાતે કરવામાં આવેલ તેમ બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ તથા રથયાત્રા કમિટીના ઉપપ્રમુખ સામતભાઈ જેબલીયા તથા ગીરનારી આશ્રમના નવનિયુકત મહંત રાજગીરી બાપુએ જણાવેલ છે.


Advertisement