શેરબજારમાં પ્રારંભીક મંદી બાદ ફરી ઉછાળો: સેન્સેકસ 120 પોઈન્ટ ઉંચકાયો

02 July 2019 07:07 PM
Business India
  • શેરબજારમાં પ્રારંભીક મંદી બાદ ફરી ઉછાળો: સેન્સેકસ 120 પોઈન્ટ ઉંચકાયો

મુંબઈ શેરબજારમાં આજે તેજીનો ઝોક રહ્યો હતો. પ્રારંભીક નબળાઈ બાદ પસંદગીના ધોરણે ધૂમ લેવાલી રહેવાથી સેન્સેકસમાં 120 પોઈન્ટનો સુધારો નોંધાયો હતો.
શેરબજારમાં આજે રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, એચડીએફસી, સ્ટેટ બેંક, ઈન્ફોસીસ, લાર્સન, મારૂતી વગેરેમાં સુધારો હતો. ટેલ્કો, એક્ષીસ બેંક, બજાજ ઓટો, હીરો મોટો, કોટક બેંકમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 120 પોઈન્ટ વધીને 39807 હતો. નેશનલ સ્યોક એકસચેંજનો નિફટી 42 પોઈન્ટ ઉંચકાઈને 11908 હતો.


Loading...
Advertisement