દર 3 કલાકે એક મોત: દરરોજ 36000 બીમાર : પાણી માટે કરોડો વલખાં મારે છે, અને જેમને મળે છે તે પણ પ્રદૂષિત

01 July 2019 12:24 PM
Health India
  • દર 3 કલાકે એક મોત: દરરોજ 36000 બીમાર  : પાણી માટે કરોડો વલખાં મારે છે, અને જેમને મળે છે તે પણ પ્રદૂષિત
  • દર 3 કલાકે એક મોત: દરરોજ 36000 બીમાર  : પાણી માટે કરોડો વલખાં મારે છે, અને જેમને મળે છે તે પણ પ્રદૂષિત
  • દર 3 કલાકે એક મોત: દરરોજ 36000 બીમાર  : પાણી માટે કરોડો વલખાં મારે છે, અને જેમને મળે છે તે પણ પ્રદૂષિત

છેલ્લા પાંચ વર્ષમાં પ્રદૂષિત પાણીથી 11,768 લોકોના મોત થયા છે. આ ગાળામાં 7.6 કરોડ લોકોને પાણીજન્ય બીમારી લાગુ પડી હતી, પાંચ વર્ષથી નાના બાળકોને થતી ડાયેરીયા (એડીડી)ની બીમારી સૌથી પ્રાણઘાતક સાબીત થઈ છે

નવી દિલ્હી: કરોડો ભારતીયો પાણી ભાટે વલખા મારી રહ્યા છે એવા અહેવાલોએ જગતનું ધ્યાન ખેંચ્યું છે, પણ જેમને પાણી પ્રાપ્ય છે. તેમાની પણ એક ગંભીર કથા છે. રસી અને દવાઓ પ્રાપ્ય હોવા છતાં, પ્રદૂષિત પાણી ભારતમાં દર ત્રણ કલાકે એકનો ભોગ લે છે. દરરોજ 36000 લોકો પાણીજન્ય બીમારીથી પીડાતા હોવાનું નિદાન થાય છે.

2018માં ચાર મુખ્ય પાણીજન્ય બીમારીઓ, કોલેરા, એકયુટ ડાયેરિયલ ડીસીઝ (એડીડી), ટાઈફોડ અને વાઈરલ હેપીટાઈટીસના કારણે 2439 માણસોનાં મોત થયા હતા. 1.3 કરોડથી વધુ લોકોને આ બીમારી હોવાનું નિદાન થયું હતું. સેન્ટ્રલ બ્યુરો ઓફ હેલ્થ ઈન્ટેલીજન્સ (સીબીએચઆઈ) અને આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ પાંચ વર્ષથી નીચેના બાળકોને અસર કરતી એડીડી બીમારી 2018માં 2439 લોકોના મૃત્યુના 60% કેસોમાં જવાબદાર હતી, અને એ રીતે સૌથી મોટી કિલર સાબીત થઈ હતી.

છેલ્લા પાંચ વર્ષમાં આવી બીમારીઓના કારણે 11768 અથવા દર કલાકે સરેરાશ ત્રણ વ્યક્તિના મોત થાય છે. આજ ગાળા દરમિયાન 7.6 કરોડ લોકોને આ બીમારીઓનું નિદાન થયું હતું. એડીડી પછી હેપીટાઈટીસના કારણે 2018માં 584 લોકોના મોત થયા હતા.

બેંગ્લોર મેડીકલ કોલેજ અને રિસર્ચ ઈન્સ્ટીટયુટ ખાતેના ડીન ડો. એમ.કે.રમેશ પ્રદૂષિત પાણીને મોટી આરોગ્ય સમસ્યા ગણે છે. કેટલાય લોકોને પીવાનું પાણી મળતું નથી એ પ્રસ્થાપિત છે, પણ સમસ્યા આરોગ્ય સેવાઓનો અભાવની છે. આજે બધી બીમારીઓ માટે દવા મળે છે, છતાં જો મૃત્યુ થતા હોય તો લોકો એ મેળવી શકતા નથી એમ માનવું જોઈએ.

39 વર્ષથી પ્રેકટીસ કરતા ડો. અજીત બેનેડીકટ રાયને જણાવ્યું હતું કે આવા મૃત્યુ માટે એન્ટીબાયોટીકસનો ઓવરડોઝ અન્ય એક કારણ છે. તેમણે જણાવ્યું હતું કે આવા કેટલાય કેસોમાં જરૂર ન હોવા છતાં દર્દીઓ એન્ટી-બાયોટીકસ લે છે. આ કારણો હંગામી રાહત મળે છે, પણ બીમારી નાબુદ થતી નથી, અને એ કારણે વધુ લોકો મૃત્યુ પામે છે.

સરકાર ટેરીટરી હેલ્થ સેન્ટર્સ (હોસ્પીટલ્સ) માટે ઘણાં પૈસા ખર્ચે છે, એવી દલીલ કરતા રમેશે જણાવ્યું હતું કે એના બદલે સરકારે પ્રાથમીક આરોગ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ. બાવરીંગ, વિકટોરીયા અથવા બીએમસીઆરઆઈ જેવી હોસ્પીટલો આરોગ્ય કેન્દ્રો છે, પણ ત્યાં જતા 80% દર્દીઓ પ્રાથમીક આરોગ્ય સમસ્યાના કારણે આવે છે. એ બતાવે છે કે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો બરાબર કામ કરતા નથી.

સીબીએચઆઈ અને મંત્રાલયના રિપોર્ટ મુજબ આવી બીમારીઓ પ્રદૂષિત પાણીથી થાય છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના એક અલગ અભ્યાસમાં જણાવ્યું છે કે દેશના 620 જીલ્લામાંથી 50%માં પ્રદૂષિત ભૂગર્ભ જળ છે. જળ સંસાધન મંત્રાલયના ડેટા બતાવે છે કે 56% ભારતીયો તેમની જરૂરિયાતો માટે ભુગર્ભ જળ પર આધાર રાખે છે.

જળસંસાધન મંત્રાલયના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ બે સ્વરૂપના પ્રદૂષણ છે. જીયોજેનીક (કુદરત સર્જીત) અને એન્થ્રોપોજેનિક (માનવસર્જીત) ફલોરાઈડ અને આર્સેનિક જેવા રસાયણો જીયોજનીક (કુદરત સર્જીત) છે, પણ કેટલાક ઉદ્યોગો પણ આવા પ્રદૂષણમાં યોગદાન આપે છે. સમગ્રતયા જળની સમસ્યા છે, પણ એ વધુ પડતા શોષણ (ઓવરએકસ પ્લોઈટેશન)થી પ્રદૂષણને લાગેવળગે છે ત્યાં સુધી હાલતી ટેકનોલોજીથી આવા રસાયણોથી પાણી શુદ્ધ થઈ શકે તેમ નથી.

ભૂસ્તરશાસ્ત્રીય દેવરાજ રેડ્ડીના જણાવ્યા પ્રમાણે એન્જીયોજેનીક (માનવસર્જીત) પ્રદૂષણનું કારણ બોરવેલના પાપે છે. જયાં સુધી ખુલ્લા કુવા, વાવ હતા. ત્યાં સુધી લોકો સાવધ રહેતા, પણ બોરવેલ આવતા આપણે ઉંડે ખોદવાનું શરુ કર્યું અને એ કારણે પોલ્યુશન ઉભુ થયું છે. ભૂસ્તરશાસ્ત્રીય છે. 40 વર્ષ પહેલા ભલામણ કરી હતી કે 30 મીટરથી ઉંડો બોરવેલ બનાવવો જોઈએ નહીં.


Loading...
Advertisement