યુવાનોમાં વંધ્યત્વ જંક ફુડને આભારી

27 June 2019 05:42 PM
Health Off-beat
  • યુવાનોમાં વંધ્યત્વ જંક ફુડને આભારી

પશ્ચિમી ખોરાક ખાતા યુવાનોમાં ઓછા સ્પર્મ-કાઉન્ટ જોવા મળ્યાં:પિઝા, બર્ગર, ચિપ્સ અને અન્ય પ્રોસેસ્ડ ખોરાક ખાવાવાળાને ચેતવણી

Advertisement

ન્યુયોર્ક: પિઝા, બર્ગર, ચિપ્સ અને અન્ય પ્રોસેસ્ડ સ્ટેપલ્સ ખાતા યુવાનોમાં તાજો ખોરાક ખાતા લોકો કરતાં ઓછાં સ્પર્મ (શુક્રાણુ) કાઉન્ટ હોય છે.
હાવર્ડ યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળ અમેરિકી અને ડેનીશ સંશોધકોના અભ્યાસમાં જણાવ્યું છે કે પરંપરાગત પશ્ર્ચિમી ખોરાક સાથે મળતો આવતો ખોરાક લેતા પુરુષોમાં સૌથી ઓછા સરેરાશ સ્પર્મ કાઉન્ટ હોય છે.
ઓછામાં ઓછા રેડ અને પ્રોસેસ્ડ મીટ, ખાંડવાળા પીણાં અને સ્ટાર્ચવાળા કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક લેતા લોકોની સરખામણીએ જંક ફુડ ખાતા લોકોમાં સ્ખલનદીઠ સરેરાશ 25.6 મિલિયન સ્પર્મ હોય છે.
કેટલાક કેસોમાં રિપ્રોડકટીવ પીક પર હોવા છતાં કેટલાક પુરુષોમાં 39 મિલિયન સ્પર્મ લેવલતી કિલનીકલી લો સ્પર્મ કાઉન્ટ હોય છે. એનો અર્થ એ થયો કે તે કદાચ કુદરતી રીતે બાપ બનવા ઝઝુમી રહ્યા છે.
તૈયાર ખોરાક અને ફાસ્ટ ફુડના કારણે પ્રોસેસ્ડ અને રેડ મીટ, ફેટ, ખાંડવાળા પીણા અને સાદા કાર્બોહાઈડ્રેટસ સસ્તો અને રોજીંદા ખોરાકમાં સગવડભર્યો ખોરાક બન્યો છે. વળી, આ કારણે મેદસ્વીતા અને ડાયાબીટીસ અને કેન્સર જેવી સંલગ્ન બીમારીઓ પેદા થઈ છે.
તાજા અભ્યાસના પરિણામો સૂચવે છે કે વધતી જતી ફર્ટીલીટી (પ્રજનન ક્ષમતા) માટે પણ ફાસ્ટફુડ-જંકફુડ મુખ્ય ચાલક પરિબળ છે. પશ્ર્ચિમમાં આ કારણે 1970ના દસકા પછી સરેરાશ સ્પર્મ કાઉન્ટમાં 60% નો ઘટાડો થયો છે.
અભ્યાસમાં સરેરાશ 19 વર્ષની વયના 3000 પુરુષોના સ્પર્મ સેમ્પલનો ઉપયોગ કરાયો હતો. આ લોકો ડેનીશ સશસ્ત્ર દળોમાં જોડાતા પહેલા રૂટીન મેડીકલ પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા હતા. આ લોકોને ડાયેટ અનુસાર 4 વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા. ભરપુર ફીશ, પાતળું માંસ, ફ્રુટ અને શાકભાજીવાળા વિવેકપૂર્ણ બેલેન્સ્ડ ખોરાક ખાતા લોકોમાં તંદુરસ્ત ટોટલ સ્પર્મ કાઉન્ટ જોવા મળ્યો હતો.
એ પછી સોય અને એડસ (ઈંડા) ખાતા શાકાહારીઓનો ક્રમ આવ્યો હતો. ત્યારબાદ ત્રીજા ક્રમે સ્કેન્ડીનેવિયન ડાયેટ સામે પ્રોસેસ્ડ મીટ, હોલ ગ્રેઈન્સ, કોલ્ડ ફીશ અને ડેરી પ્રોડકટ ખાતા લોકો હતા.
સ્પર્મ (શુક્રાણુ)ની આવરદા 3 મહીનાની હોય છે, અને ખોરાક બદલાતા શુક્રાણુના ઉત્પાદમાં સુધારો થાય છે.
અભ્યાસમાં જણાયું હતું કે વેસ્ટર્ન ડાયેટવાળા લોકોમાં ઈનહિબીન-બી કહેવાતા કેમીકલનું ઓછું સ્તર જોવા મળ્યું હતું. એ શુક્રાણુ પેદા કરતા સ્ટર્ટોલી-સેલ્સને નુકશાન થયાનું સૂચવે છે. પશ્ર્ચિમી ખોરાકની અસરો વધુ કાયમી હોવાનું પણ એ સૂચવે છે.
આ અભ્યાસ વિયેનામાં મળેલી યુરોપીયન સોસાયટી ઓફ હ્યુમન રિપ્રોડકશન એન્ડ એમ્બ્રયોલોજીની વાર્ષિક બેઠકમાં રજુ થયો છે. નિષ્ણાંતો કહે છે કે આ અભ્યાસના પરિણામો યુવાનો માટે ચેકઅપ (સમયસર સમજવા) કોલ છે.


Advertisement