જબલપુર-સોમનાથ એક્સપ્રેસના દિવસોમાં પરિવર્તન

21 June 2019 01:48 PM
Travel
  • જબલપુર-સોમનાથ એક્સપ્રેસના દિવસોમાં પરિવર્તન

રેલ પ્રશાશન દ્વારા રેલ ગ્રાહકોને વધુ સારી રેલ સુવિધા પૂરી પાડવા માટે જબલપુરથી સોમનાથ સુધી ચાલતી ટ્રેન ચલાવવાના દિવસોમાં ફેરફારો કરવામાં આવ્યા છે. આ ગાડી સપ્તાહમાં પાંચ દિવસ (વાયા ઇટાસિઆ) તથા બે દિવસ (વાયા બીના) ચાલે છે, જેમાં એક-એક દિવસની પરિચાલનમાં પરિવર્તન કરાવામાં આવેલ છે. જેની જાણકારી નીચે દર્શાવ્યા મુજબ છે.
1.ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ (વાયા ઇટરસિથી) મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, અને રવિવારની જગ્યાએ 21 સપ્ટેમ્બર, 2019 થી દરેક મંગળવાર, બુધવાર, ગુરૂવાર, શનિવાર તથા રવિવારે જબલપુરથી ચાલશે.

2.ટ્રેન નંબર 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ (વાયા બીનાથી) હાલમાં સોમવાર તથા શનિવાર ની જગ્યાએ 20 સપ્ટેમ્બર, 2019 થી દરેક સોમવાર તથા શુક્રવારે જબલપુરથી ચાલશે.
સાથે જ રેલવે પ્રશાસનને 01 જુલાઈથી 19 સપ્ટેમ્બર, 2019 સુધીમાં ટ્રેન નંબર 11464, જબલપુર-સોમનાથ એક્સપ્રેસ (વાયા ઈટારસી) દર શુક્રવારે પરિવર્તિત માર્ગ જબલપુર-કટની મુરવાડા-બીના-ભોપાલથી ચાલશે તથા રસ્તામાં જબલપુર-ભોપાલ ની વચ્ચે ગાડી સંખ્યા 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ (વાયા બિના) આપેલ હોલ્ડ (વિરામ) પર રોકાશે. ઉપરોક્ત સમયમાં આ ટ્રેન જબલપુરથી પ્રતિ શુક્રવાર તેના નિર્ધારિત સમય સવારે 11.40 વાગ્યા ની જગ્યાએ સવારે 10.00 કલાકે ચાલશે.
આ પ્રકારે 01 જુલાઈ થી 20 સપ્ટેમ્બર, 2019 સુધીના સમયમાં ગાડી સંખ્યા 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ (વાયા બીના) પ્રત્યેક શનિવારે પરિવર્તિત માર્ગ જબલપુર-ઈટારસી-ભોપાલ થી ચાલીને આ રસ્તામાં જબલપુર-ભોપાલની વચ્ચે ગાડી સંખ્યા 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ (વાયા ઈટારસી) ને આપેલ હોલ્ડ (વિરામ) પર રોકાશે. ઉપરોક્ત સમયમાં આ ટ્રેન જબલપુરથી પ્રતિ શનિવાર તેના નિર્ધારિત સમય સવારે 10.00 વાગ્યા ની જગ્યાએ સવારે 11.40 કલાકે ચાલશે.
વિશેષ નોંધ-સોમનાથ થી જબલપુર જવાવાળી ગાડી સંખ્યા 11463 (વાયા ઈટારસી) તથા 11465 (વાયા બીના) તેના નિર્ધારિત સમય તથા દિવસો પર ચાલશે. આ બંને ટ્રેનોની સમય સારણીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.


Loading...
Advertisement