માણસની ખોપડીની પાછળ શિંગડું ઉગી રહ્યું છે: મોબાઈલનો ઉપયોગ જવાબદાર

21 June 2019 12:30 PM
Health Off-beat
  • માણસની ખોપડીની પાછળ શિંગડું ઉગી રહ્યું છે: મોબાઈલનો ઉપયોગ જવાબદાર

બોડી પોશ્ર્ચર બદલાતા ગરદનના ભાગે હાડકું વધી રહ્યું છે

Advertisement

સિડની તા.21
મોબાઈલ ટેકનોલોજીએ આપણે જે રીતે વાંચીએ છીએ, વાત કરીએ છીએ, ખરીદી કરીએ છીએ અનને ડેટીંગ કરીએ છીએ એમાં બદલાવ લાવ્યો છે. પરંતુ હજુ સુધી આપણને ખબર નથી પડી એ વાત ચોંકાવનારી છે. આ ટચુકડું મશીન-સાધન આપણી ખોપડીનો નવો ઘાટ ઘડી રહ્યું છે. માત્ર વર્તણુંક જ નહીં. આપણું શરીર જે રીતે દેખાડી રહ્યા છીએ એમાં પણ સંભવત બદલાવ આવ્યો છે.
બાયોમીકેનીકસમાં નવા સંશોધન મુજબ યુવાનો તેમની ખોપડી પાછળ શિંગડા જેવા સ્પાઈક (અણીયાળો ભાગ) વિકસાવી રહ્યા છે. માથું આગળના ભાગે ઝુકેલું રહેતા હાડકું ખેંચાઈ રહ્યું છે, અને સ્નાયુ અને અસ્થિબંધ ને જોડતું હાડકું વિકસી રહ્યું છે. વજન ખસવાના કારણે થઈ રહેલી હાડકાની વૃદ્ધિને દબાણના કારણે ચામડી જાડી ઘટ થાય તેની સાથે સરખાવી શકાય.
આનું પરિણામ એ આવ્યું છેકે ગરદન ઉપર ખોપડીમાંથી શિંગડા અથવા ટ્રકની જેમ હાડકું વધી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાના કિવન્સલેન્ડની સનસાઈન કોસ્ટ યુનિવર્સિટીના સંશોકોના દાવા મુજબ યુવાનોમાં બોન ગ્રોથનું કારણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગના કારણે બોડી પોસ્ચરમાં ફેરફાર છે. તેમના જણાવ્યા મુજબ સ્માર્ટફોન અને હાથમાં પકડાતા અન્ય ડિવાઈસીસ માણસના દેહઅસ્થિને મરોડી રહ્યા છે. આવા ડિવાઈસનો ઉપયોગ કરતા લોકો ટચુકડા સ્કિનમાં શું બની રહ્યું છે તે જોવા તેમનું માથું નમાવી રહ્યા હોવાથી ખોપડીના પાછળના ભાગમાં અસ્થિ મરોડાઈ રહ્યા છે.
સંશોધકોના દાવા મુજબ એડવાન્સડ ટેકનોલોજી આપણા દૈનિક જીવનમાં ઘુસી ગયા પછી હાડપિંજર એડેપ્શન અથવા શારીરિક બદલાવ આવ્યો છે તે સૂચવતો આ પ્રથમ અભ્યાસ છે.
આરોગ્ય નિષ્ણાંતો ‘ટેકસ્ટ નેક’ સામે ચેતવણી આપી રહ્યા છે અને ડોકટરોએ ‘ટેકસ્ટીંગ થમ્બ’ની સારવાર શરૂ કરી છે.


Advertisement