ગોંડલના મોવીયા ગામની પરિણીતાને સાસરીયાનો ત્રાસ

20 June 2019 01:12 PM
Gondal

જામજોધપુર શહેરમાં :પતિએ ગળાચીપ આપી મારી નાંખવાની કોશીષ કરી : 3 સામે ફરિયાદ

Advertisement

રાજકોટ તા.20
રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના મોવીયા ગામે માવતર ધરાવતી પરિણીતાને જામનગર જિલ્લાના જામજોધપુર શહેરનાં સાસરીયાઓ શારીરીક માનસીક ત્રાસ આપી, પતિએ ગળાચીપ આપી મારી નાંખવાની કોશીષ કરી ત્રાસ આપ્યાની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં મિત્તલબેન સુમિતભાઇ બાણુગરીયાએ જણાવ્યું છે કે તેણીનાં પતિ સુમિત ભરત બાણુગરીયાએ સામાન્ય વાતો બાબતે મહેણાં-ટોણા મારી ગળાચીપ દઇને મારી નાંખવાની કોશીષ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
જયારે કિંજલ ભરત બાણુગરીયા મુકતાબેન વિઠ્ઠલભાઇ બાણુગરીયાએ ગાળો આપી શારીરીક માનસીક ત્રાસ આપી રહ્યા છે. આ ફરિયાદની વધુ તપાસ મહિલા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ સી.એસ.વાછાણી દ્વારા હાથ ધરાઇ છે.


Advertisement