આઈએમએફ લોન નહીં આપે તો 48 કલાકમાં પાકિસ્તાન થઈ શકે છે નાદાર

20 June 2019 01:11 PM
India
  • આઈએમએફ લોન નહીં આપે તો 48 કલાકમાં પાકિસ્તાન થઈ શકે છે નાદાર

પાકિસ્તાન પાઈ પાઈ માટે મોહતાજ :આતંકી સંગઠન પર એકશન લેવામાં નાકામ પાક.ને એફએટીએફ બ્લેક લિસ્ટ કરે તેવી સંભાવના

Advertisement

ઈસ્લામાબાદ તા.20
પાકિસ્તાન આજકાલ પોતાના કરેલા (કુ) કર્મોના ફળ ભોગવી રહ્યું છે, પાઈ પાઈ માટે મોહતાજ બન્યું છે જો પાકિસ્તાનને આઈએમએફ દ્વારા પૈસા ન મળ્યા તો આગામી 48 કલાકમાં બ્લેક લિસ્ટ પર આવી શકે છે. પૈસાની તંગીથી બદહાલ પાકિસ્તાનને આઈએમએફ પાસેથી મળનાર કર્જ પર હવે વિધ્નો જોવા મળી રહ્યા છે. અમેરિકાએ આ મામલામાં સખ્ત વલણ અપનાવતા શરતો નકકી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય આગામી 48 કલાકમાં એફએટીઈ- ફાયનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સનો નિર્ણય પણ આવી જશે. પૈસાની તંગીથી બદહાલ પાકિસ્તાનને આઈએમએફથી મળનાર લોન મામલે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આશંકા જાહેર કરી છે કે પાકિસ્તાન આ ફંડ ચીન દ્વારા અપાયેલ કર્જને ચૂકવવામાં ઉપયોગ કરી શકે છે.
આપને જણાવી દઈએ કે જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબા જેવા આતંકી સંગઠનો પર એકશન લેવામાં નિષ્ફળ રહેતા પાકિસ્તાનને એફએટીએ બ્લેક લિસ્ટ પણ કરી શકે છે. આતંકી સંગઠનો પર કડક કાર્યવાહી ન કરવાના કારણે પાકિસ્તાન પહેલાથી જ એફએટીએના બ્લેક લિસ્ટમાં છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશના નામે સંબોધનમાં જણાવ્યું છે કે 10 વર્ષમાં પાકિસ્તાનનું દેણુ 6000 અબજ પાકિસ્તાની રૂપિયાથી વધીને 30 હજાર અબજ સુધી પહોંચી ગયું છે. જેના કારણે દેશ પાસે અમેરિકી ડોલરની કમી થઈ છે. આપણી પાસે એટલા ડોલર નથી બચ્યા કે આપણે આપણા દેણાનો હપ્તો ચૂકવી શકીએ,મને ડર લાગે છે કે કયાંક પાકિસ્તાન ડિફોલ્ટર ન થઈ જાય. એફએટીએફની બેઠક ઓરલેન્ડોમાં ચાલી રહી છે. માનવામાં આવે છે આગામી 48 કલાકમાં પાકિસ્તાન માટે મહત્વના છે કારણ કે અહીં પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાનો પ્રસ્તાવ લાવી શકાય છે. જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરાય તો તેની પાક. પર મોટી અસર પડી શકે છે. જો પાક. બ્લેક લિસ્ટ થાય તો આઈએમએફ પાસેથી મળનાર 6 અબજ ડોલરના કર્ચ પર પણ રોક આવી શકે છે. આ સિવાય અન્ય મોટી સંસ્થાઓ પણ પાકને ફંડ આપવાની મનાઈ કરી શકે.


Advertisement