‘ચોકીદારી’ ચૂંટણી પુરતી જ હતી હવે મહિલાઓ ખુદની સુરક્ષાની ચિંતા કરે!

20 June 2019 01:03 PM
Rajkot Gujarat
  • ‘ચોકીદારી’ ચૂંટણી પુરતી જ હતી હવે મહિલાઓ ખુદની સુરક્ષાની ચિંતા કરે!

ગુજરાતમાં મહિલાઓની છેડતીની ઘટના પર વિચિત્ર પ્રતિભાવ :ટીવી ડીબેટમાં ખુદને ભાજપના પ્રવકતા તરીકે ગણાવનાર મહિલાએ કહ્યું કે પોલીસ બધે પહોંચી પણ શકે નહી: ફુડ પાર્સલ સીસ્ટમમાં છોકરીઓ ખુદના મોબાઈલ નંબર-એડ્રેસ આપે છે: બીજું તારણ

Advertisement

રાજકોટ: ગુજરાતમાં તાજેતરમાં મહિલાઓ સામેના અપરાધ ઉપરાંત માર્ગોમાં મહિલાઓ તથા બાળાઓની છેડતી તથા તેમની સાથે જાહેરમાં કુવ્યવહાર માટેની સ્થિતિના પ્રત્યાઘાતમાં ભાજપના એક ઈ-મીડીયા પ્રવકતા તરીકે ઓળખાવતા મહિલાએ આ પ્રકારની સ્થિતિમાં મહિલાઓએ ખુદે જ તેની સલામતીની ચિંતા કરવી જોઈએ. કારણ કે પોલીસ દરેક સ્થળોએ મહિલાઓની સુરક્ષા માટે પહોંચી શકે નહી. લોકસભા ચૂંટણીમાં ભાજપે મૈ ભી ચોકીદારનું સ્લોગન અપનાવ્યું હતું પણ પુર્ણ બહુમતી મળતા આ ‘ચોકીદારી’ બંધ કરી છે તેવી સ્થિતિ હવે ગુજરાતમાં જોવા મળે છે તેવી એક ટીવી ડીબેટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વાસ્તવમાં આ ટીવી ડીબેટમાં મહિલાઓ કઈ રીતે વધુ સુરક્ષિત રહે તેની ચિંતા કરવાના બદલે એવો દોષ અપાયો કે આપણે પશ્ર્ચીમી પદ્ધતિની ક્રુડ ડીલીવરી સીસ્ટમ (ઝોયેટો-સ્વીગી) અપનાવી છે. જેમાં ચોકરાઓ તેના નામ મોબાઈલ નંબર અને સરનામા આપે છે તેના કારણે આ પ્રકારની ઘટનાઓ વધી છે. સમગ્ર ટીવી ડીબેટમાં ભાજપના પ્રવકતા મહિલા સુરક્ષા મુદે જે વિધાનો કર્યા તે ચોકાવનારા હતા. તેઓએ અમદાવાદના નવરંગપુરામાં એક પી.જી.હોસ્ટેલમાં જે રીતે યુવકે ગર્લરૂમમાં પહોચી જઈને અભદ્ર કૃત્ય કર્યુ તેના માટે આ ઈમારતમાં ચોકીદાર ન હતા તેવું કારણ આપ્યું હતું. જો કે આ એક કિસ્સો છે. વાસ્તવમાં માર્ગ પણ મહિલા કોલેજ, સ્કકુલ, ગર્લ છેડતીનો શિકાર બને છે. કોલેજ-સ્કુલના સમયમાં માર્ગો પર રોમીયાઓના બાઈકની રેસ લાગતી હોય છે. ગર્લ સ્કુલ કોલેજની આસપાસ પાનના અડ્ડાઓ પર રોમીયા-આવારા તત્વો ઉભા હોય છે. સ્કુટી કે તેવા વાહનો પર જતી છોકરીને ચેઝ કરીને તેને ડરાવાયો અને તક મળે તો તેના અણછાજતો સ્પર્શ કરાય છે. સામાજીક કાર્યકર્તા સોનલ જોષીએ કહ્યું કે આપણે ગુજરાત એ બિહાર નથી તેનાથી હરખાવું જોઈએ નહી. આપણે એ ચિંતા કરવી જોઈએ કે આ પ્રકારની ઘટનાઓ બને છે. જેમાં ભાવિન શાહ (સ્વીમીંગ ફોટા) અને પ્રાશ્ર્ચવ શાહના કિસ્સા ગણાવ્યા હતા.
જો કે ભાજપના મહામંત્રી શ્રદ્ધા રાજપુતે આ ટીવી ડીબેટમાં પીજીના સંચાલકની ભુલ ગણાવી હતી અને મુલાકાતનું રજીસટર નથી અને ચોકીદાર ન હતા તેવું કારણ આપ્યું હતું. જો કે બાદમાં ભાજપના એક સીનીયર નેતાએ શ્રદ્ધા રાજપૂત એ ભાજપનું પ્રતિનિધિત્વ કરતા નહી હોવાનું જણાવીને આ પ્રકારના વિધાનો પર દિલગીરી વ્યક્ત કરી. જો કે રાજકોટના એક સામાજીક કાર્યકર્તા કિન્નરી જાડેજાએ ફુડ ડીલીવરી સીસ્ટમને જવાબદાર ગણાવીને ઉમેર્યુ કે આપણે પશ્ર્ચીમી પદ્ધતિ અપનાવી છે. છોકરીઓ ફોન કરે છે. તેમના નામ-સરનામા આપે છે જેનાથી આ પ્રકારની ઘટના વધી છે.


Advertisement