હવે ગુજરાતમા નેશનલ હાઈવે પર પણ 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે

20 June 2019 12:13 PM
Ahmedabad Gujarat
  • હવે ગુજરાતમા નેશનલ હાઈવે પર પણ 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે

સરકારે નવો પરિપત્ર બહાર પાડયો

Advertisement

અમદાવાદ તા.20
રાજયના શ્રમ અને રોજગાર વિભાગે બહાર પાડેલા નવા સકર્યુલર મુજબ મ્યુનીસીપલ કોર્પોરેશન વિસ્તારોમાં અને નેશનલ હાઈવે પરની દુકાનો અને પ્રતિષ્ઠાનો સપ્તાહના બધા દિવસોમાં ચોવીસેય કલાક ખુલ્લી રાખી શકાશે.
વળી, ખાણીપીણીની દુકાનો, બેકરી, કરીયાણા સ્ટોર અને દવાની દુકાનો જેમાં 10થી ઓછા માણસો કામ કરતા હોય તેને લાયસન્સ અથવા જિલ્લા સતાવાળાઓ કે પોલીસ વિભાગની પરવાનગી લેવાની જરૂર નથી. પરંતુ, 10થી વધુ માણસો કામ કરતા હોય તેવા પ્રતિષ્ઠાનોએ ચોવીસેય કલાક ખુલ્લા રહેવા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો કે એ પછી એ રિન્યુ કરાવવું નહીં પડે.
રાજય સરકારે ગુજરાત સ્થાપના દિવસે, 1 મેએ ગુજરાત શોટસ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ક્ધડીશન્સ ઓફ સર્વિસ) 2008 પ્રસિદ્ધ કરી મ્યુનીસીપલ કોર્પોરેશન એરિયામાં દુકાનો અને વ્યાપારી પ્રતિષ્ઠાને ચોવીસેય કલાક ખુલ્લા રાખવાની છૂટ આપી હતી.
શ્રમ અને રોજગાર વિભાગના વધારાના અગ્ર સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે અગાઉ રાષ્ટ્રીય અને રાજય ધોરીમાર્ગો નોટીફીકેશનમાં સામેલ નહોતા, પણ બુધવારે
જાહેર થયેલા સર્કયુલરમાં હાઈવેનો પણ સમાવેશ કરાયો છે. રાજય ધોરીમાર્ગો પર રાતે બે વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખી શકાશે.


Advertisement