‘વાયુ’ વાવાઝોડાએ ચોમાસાની ગાડી ખેડવી નાખી છે

20 June 2019 11:52 AM
Gujarat
  • ‘વાયુ’ વાવાઝોડાએ ચોમાસાની ગાડી ખેડવી નાખી છે

હવામાનનો રેકોર્ડ કહે છે જૂનમાં 40% થી વધુ વરસાદી ખાધ જે તે સીઝનમાં કદી પુરાઈ નથી : ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું તારણ: અલનીનોનો પડછાયો પણ પડવાનો ભય: ચોમાસુ દેશના 66% ભાગોમાં પહોંચી જવું જોઈએ જે ફકત 15-17% માં જ કવર થયું અને તે પછી સ્થગીત છે

Advertisement

નવી દિલ્હી: વાવાઝોડા-વાયુની અસર હેઠળ 2-3 દિવસની રાહત બાદ ફરી એક વખત ગરમીનો અનુભવ શરૂ થઈ ગયા છે અને ફરી એક વખત નેરૂત્યના ચોમાસાના આગળ વધવા પર પ્રશ્ર્ન છે. તે સમયે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચિંતાભરી આગાહી કરતા જણાવ્યું કે ભારતના ચોમાસા પર અલ નીનોનો પડછાયો દેખાવા લાગ્યો છે અને વાયુ વાવાઝોડાએ નવી ચિંતા ઉભી કરી છે. આ વાવાઝોડા ચોમાસુ ફકત મોડુ થયું છે તેવું નથી પણ ચોમાસાની ગાડી પાટા પરથી ખડી પડી છે અને અગાઉ જ આ એજન્સીએ અનુમાન કર્યુ હતું કે જૂનમાં વરસાદની ખાધ 77% રહેશે તે કદાચ સાચી પડી રહી છે.

આ એજન્સીના જણાવ્યા મુજબ ચોમાસાનો પ્રારંભીક સંકેત જ સારા ચોમાસાની શરૂઆત થશે નહી તેવા હતા અને વાયુ વાવાઝોડાએ તેના પર મોટો ફટકો પડે તે રીતે ચોમાસાને નુકશાન કર્યુ છે. આ એજન્સી કહે છે કે 8 જૂનના કેરાળામાં ચોમાસુ બેસવાના જે સંકેત હતા તેનાથી વિપરીત હવે તેજ ચોમાસાના આગળ વધવા પર મોટું વિધ્ન બની ગયા હતા અને હવે એ કહેવું પણ ખોટું નથી કે 2019નું નેરૂત્યનુ ચોમાસુ વાવાઝોડા વાયુએ નેરૂત્યનાન ચોમાસાને પુરી રીતે ખોરવી નાખ્યુ છે અને કદાચ આપણે ખરાબ સમય માટે તૈયાર રહેવું જ પડશે. 8 જૂને કેરાળામાં ચોમાસાના આગમન પછી હવે તે ‘બેબી-સ્ટેપ’ લે છે અને અત્યાર સુધીમાં તે કર્ણાટકના કાંઠાળ ક્ષેત્રોને ઉતરપુર્વના રાજયોમાંજ પહોંચ્યું છે.

વાસ્તવમાં અત્યારે ચોમાસુ દેશના 66% ક્ષેત્રોમાં પહોંચી જવું જોઈતું હતું. વાવાઝોડુ વાયુ એ દક્ષિણ પુર્વ અરેબીયન સમુદ્રમાં તે સર્જાયુ હતું અને તે ઉતર-ઉતર-પશ્ર્ચિમ ભણી આગળ વધી ગયું હતું અને તે મોટાભાગે દરિયાના કિનારાને સમાંતર રહ્યું હતું. પ્રારંભમાં ચોમાસુ સીસ્ટમે કેરાળામાં વરસાદ આપ્યો. પરંતુ અને તે પછી ચોમાસુ ખેચાવા જેવી પ્રક્રિયા શરુ થઈ અને તેણે દેશના મોટાભાગનાં ક્ષેત્રો ‘ખાલી’ કરી દીધા છે. જો કે વાયુના પ્રભાવે ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠાળ ક્ષેત્રમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો જ છે પણ તે પ્રી-મોનસુન જ હતો અને તેને ચોમાસાની સીઝન સાથે કઈ સંબંધ નથી. હવે કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં ચોમાસુ આગળ વધે તેવા હાલ કોઈ સંકેત નથી. હવે ચોમાસાને આગળ ધપવા માટે હવાની દીશા (પેટર્ન) ઉષ્ણતામાન અને ભેજની જરૂર છે અને હાલ તે જરાપણ સીસ્ટમમાં દેખાતા નથી.

ચોમાસુ મોડુ છે તેનાથી ચોમાસાના દેખાવ પર પણ અસર થશે. હવે જૂનમાં ચોમાસાની ખાધ જે 44% છે તે પુરાય તેવી શકયતા નથી. ચોમાસાનો રેકોર્ડ બતાવે છે. જૂનમાં 40%થી વધુ ખાધ એ સીઝનમાં કદી પુરી શકાય નહી. હવે આગામી દિવસોમાં બંગાળના અખાતમાં લો-પ્રેસર સર્જાય તેવા પ્રારંભીક સંકેત છે. જે ઓડીશા-આંધ્રના કિનારાના ક્ષેત્રો મહારાષ્ટ્ર, દક્ષિણ મધ્યપ્રદેશ અને તેલંગાણામાં કોઈક સ્થળે અતિ ભારે અને બાકીના ક્ષેત્રોમાં મધ્યમ વરસાદ આવશે પણ તે ખાધ પુરી શકશે નહી.


Advertisement