‘ચાલ જીવી લઇએ’ ; સૈનિક શાળાના છાત્રનું હૃદય અમદાવાદના યુવકમાં ધબકયું

20 June 2019 11:38 AM
Porbandar Saurashtra
  • ‘ચાલ જીવી લઇએ’ ; સૈનિક શાળાના છાત્રનું હૃદય અમદાવાદના યુવકમાં ધબકયું
  • ‘ચાલ જીવી લઇએ’ ; સૈનિક શાળાના છાત્રનું હૃદય અમદાવાદના યુવકમાં ધબકયું
  • ‘ચાલ જીવી લઇએ’ ; સૈનિક શાળાના છાત્રનું હૃદય અમદાવાદના યુવકમાં ધબકયું

રાજકોટની બી.ટી.સવાણી કિડની હોસ્પિટલથી ગ્રીન કોરીડોર રચી 6 મિનિટમાં હાર્ટ એરપોર્ટ પહોંચાડાયું : ફાધર્સ ડેના બીજા દિવસે જ પોરબંદરના કિશોરને અકસ્માત નડતાં બ્રેઇનડેડ જાહેર કરાયો હતો : સરહદ પર દેશની સેવા બાદ નિવૃત થયેલા ફૌજી પિતાએ પુત્રના અંગોનું દાન કરી માનવ સેવા કરી : સવારના પ:2પ હોસ્પિટલેથી એરપોર્ટ ત્યાંથી ચાર્ટર્ડ પ્લેનમાં 22 મિનિટમાં હૃદયને અમદાવાદ પહોંચાડાયું : અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ

Advertisement

રાજકોટ તા.20
પોરબંદરમાં રહેતા અને બાલાચડી સૈનિક શાળામાં અભ્યાસ કરનાર 14 વર્ષના છાત્રને ફાધર્સ ડેના બીજા દિવસે જ અકસ્માત નડતાં તે બ્રેઇનડેડ જાહેર કરાયો હતો. સરહદ પર દેશની સેવા કરનાર તેના પિતા જે હાલ નિવૃત ફૌજી હોય તેણે પોતાના પુત્રનું અંગદાન કરવાનો પ્રેરક વિચાર કર્યા બાદ પરિવારજનોને વાત કરી હતી અને આ છાત્રના અંગોનું દાન કરવાનું નક્કી કરાયું હતું. ત્યારે આજરોજ સવારના સુમારે રાજકોટ સ્થિત બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ ખાતે ખાસ ગ્રીનકોરી ડોર તૈયાર કરી માત્ર 6 મિનિટમાં હોસ્પિટલથી એરપોર્ટ કિશોરના હૃદયને લઇ જવામાં આવ્યું હતું અને ત્યાંથી ખાસ ચાર્ટર્ડ પ્લેન મારફત માત્ર 22 મિનિટમાં અમદાવાદ આ હૃદય પહોંચાડવામાં આવ્યું હતું. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આ હૃદય આપવામાં આવ્યું હતું. જયાં તેનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ માનવતાનું એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે.

શહેરમાં આજે અનોખી અને ઐતિહાસિક ઘટના બની છે. શહેરની બી.ટી.સવાણી કીડની હોસ્પીટલમાંથી સવારના સુમારે 15 વર્ષીય બ્રેઈનડેડ જાહેર કરાયેલા પોરબંદરના વતની જય સાજણભાઈ મોઢવાડીયાના હૃદયને સફળતાપૂર્વક અમદાવાદના એક દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

ગત તા.17 ના રોજ પોરબંદરના વતની જય મોઢવાડીયાને અકસ્માત નડતા તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેને રાજકોટ સ્થિત બી.ટી. સવાણી કીડની હોસ્પીટલમાં સારવારમાં લાવવામાં આવ્યો હતો. પોતાના પુત્રને તબીબોએ બ્રેઈનડેડ જાહેર ર્ક્યા બાદ એક તબક્કે તેના માતાપિતા અને પરિવારજનો આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા પરંતુ સરહદ પર દેશ માટે ખડેપગે તૈનાત રહેનાર જયના પિતા સાજણભાઈ જેઓ નિવૃત ફૌજી હોય તેણે દેશસેવા બાદ માનવસેવા માટેનો મહત્વનો નિર્ણય લઈ પોતાના બાળકના અંગોનું દાન કરવા પરિવારજનો સમક્ષ વાત મુકી હતી અને બાદમાં તબીબોને જણાવતા જયના અંગોનું દાન કરવાનું નક્કી કરાયું હતું.
આજરોજ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક એસીપી ચાવડાની રાહબરીમાં સવારના સિવિલ હોસ્પીટલથી લઈ એરપોર્ટ સુધી ખાસ ગ્રીન કોરીડોર ઉભો કરવામાં આવ્યો હતો. સવારના 5.25 કલાકે કિશોરના હૃદયને હોસ્પીટલેથી લઈ જવામાં આવ્યું હતું અને માત્ર છ મીનીટમાં તેના હૃદયને એરપોર્ટ સુધી પહોચાડી દેવામાં આવ્યું હતું. બાદમાં અહીંથી ચાર્ટર્ડ પ્લેન મારફત આ હૃદયને અમદાવાદ માત્ર 22 મીનીટમાં પહોચાડી દેવામાં આવ્યું હતું.

અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં આ હૃદય દાન કરવામાં આવ્યું હતું. જ્યાં એક મુસ્લીમ યુવકના શરીરમાં આ હૃદયનુ્ં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થયું હોવાનું હોસ્પીટલ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
બ્રેઈનડેડ જાહેર થયેલ જય બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં અભ્યાસ કરતો હતો. ફાધર્સ ડે ની પિતા સાથે ઉજવણી ર્ક્યા બાદ તેના બીજા જ દિવસે તે બાઈક પર જતો હતો ત્યારે તેને અકસ્માત નડતા સારવાર માટે હોસ્પટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતા પોતાના પુત્રનું હૃદય સદાય ધબક્તું રહે તેવી ભાવના અને માનવસેવાના ઉમદા હેતુ સાથે આ કિશોરના પિતા અને નિવૃત ફૌજી સાજણભાઈએ હૃદય દાન કરવાનો નિર્ણય લીધો હતો અને પોતાના નિર્ણય પર આજે તેઓ ખરા ઉતર્યા છે. તેમણે પોતાના પુત્રના હૃદયની સાથે આ નિર્ણય થકી માનવતાને પણ નવો ધબકાર આપ્યો છે.

બી.ટી.સવાણી હોસ્પીટલ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની પ્રશંસનીય કામગી૨ી
૨ાજકોટ તા.૨૦
પો૨બંદ૨માં ૨હેતા નિવૃત ફૌજીના પુત્ર જય મોઢવાડીયાના કિશો૨ વયના પુત્રના અંગદાનની ઐતિહાસિક ઘટનામાં બી.ટી.સવાણી કીડની હોસ્પીટલના સ્ટાફ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ૨ાજકોટની ટીમની પ્રશંસનીય કામગી૨ી ક૨ી હતી.
અંગદાનની આ ઘટનામાં બી.ટી. સવાણી કીડની હોસ્પીટલના ડો.ગૌ૨ાંગ વાઘાણી તથા ડો.દિવ્યેશ વિ૨ોજા તથા ડો.સંકલ્પ વણઝા૨ા તથા ડો.દિગ્વિજયસીંગ જાડેજા, ડો.વિવેક જોશી, ડો.સુહાસ શેઠ, ડો.૨ાજ પટેલ, ડો.ધવલ કોટડીયા, ડો.બીના અજુડીયા, ડો.દર્શના ભાદાણી તથા સમગ્ર ટીમે અંગદાનની પ્રક્રિયામાં ખુબ જ સુંદ૨ કામગી૨ી ક૨ી હતી તેમજ ૨ાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સમાજ સેવક નીતિનભાઈ ઘાટલીયા તેમજ ભાવનાબેન મંડલી તેમજ વિનુભાઈ કોશિયા ા૨ા પણ આ સમગ્ર અંગદાન પ્રક્રિયામાં સાથે ૨હી મહત્વની ૨હી હતી.

આર્મી ઓફિસ૨ના સ્વપ્ન સાથે મ૨ના૨ જય અંગદાન ક૨ી અમ૨ બની ગયો
૨ાજકોટ તા.૨૦
પો૨બંદ૨ના એક્સ આર્મીમેન સાજણભાઈ મોઢવાડીયાના પુત્ર જય અકસ્માતમાં બ્રેનડેડ જાહે૨ થયા બાદ તેના અંગોનું દાન ક૨ી અમ૨ બની ગયો છે.
૧પ વર્ષીય જય બાલાચડી સૈનિક શાળામાં ધો.૧૦ માં અભ્યાસ ક૨તો હતો. તે વેકેશન માટે વતન પો૨બંદ૨ આવ્યો હતો. તા.૧૭ ના ટયુશનમાં ગયા બાદ પ૨ત ઘ૨ે જતા સમયે અકસ્માત થતા તે બ્રેનડેડ જાહે૨ થયો હતો. ૧પ વર્ષીય કિશો૨ જયનું સ્વપ્ન આર્મી ઓફીસ૨ બનવાનું હતું. દુર્ભાગ્યવશ તે પૂર્ણ ન થઈ શક્યું પ૨ંતુ અંગદાન ક૨ી તે અમ૨ બની ગયો છે.

અંગદાનથી ચા૨ વ્યક્તિને નવું જીવન અને બે દર્દીને નવી દ્રષ્ટી મળી
૨ાજકોટ તા.૨૦
પો૨બંદ૨ના નિવૃત ફૌજીના કિશો૨ વયના પુત્ર જય મોઢવાડીયાના હૃદય સહિતના અંગોનું આજે સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. જયના પિ૨વા૨ના આ નિર્ણયથી ચા૨ વ્યક્તિને નવું જીવન તેમજ બે દર્દીને નવી ષ્ટી મળી હતી.
ત્રણ કલાકના જટીલ ઓપ૨ેશન બાદ અંગદાતા જય મોઢવાડીયાનું હૃદય ચાર્ટર્ડ પ્લેન દ્રા૨ા તથા ગ્રીન કો૨ીડો૨ ા૨ા પોલીસ ડીપાર્ટમેન્ટની મદદ તથા સંકલનથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યું. સાથોસાથ અંગદાતા જયની બંને કીડની તથા લીવ૨ પણ એમ્બ્યુલન્સ દ્રા૨ા અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. આ દ૨ેક અંગ અમદાવાદમાં જરૂ૨ીયાતમંદ દર્દીને ટ્રાન્સપ્લાન્ટના ઓપ૨ેશન દ્રા૨ા મળ્યા જેથી ચા૨ દર્દીઓને નવજીવન મળ્યું. આ ઉપ૨ાંત અંગદાતા જયની બંને આંખો ૨ાજકોટ ખાતે કણસાગ૨ા આઈ બેન્ક દ્રા૨ા બે દર્દીને ષ્ટી આપવામાં મદદરૂપ બની છે.
અંગદાનની આ પ્રક્રિયા અંગે જયના પિતા સાજણભાઈ વિ૨મભાઈ મોઢવાડીયા તથા ૨ેખાબેન સાજણભાઈ મોઢવાડીયા તથા અનિલભાઈ ૨ામજીભાઈ ઓડેદ૨ા તથા ૨ાણાભાઈ મુળુભાઈ ઓડેદ૨ા તેમજ પ૨બતભાઈ વિ૨મભાઈ મોઢવાડીયાએ અંગદાનની સહમતી આપતા ૨ાજકોટ મુકામે આ એક ઐતિહાસિક ઘટના પ્રથમવા૨ હાર્ટનું દાન થયું છે.


Advertisement