વાદળછાયા વાતાવરણમાં ગુજરાત-સૌરાષ્ટ્રભરમાં છૂટાછવાયા ઝાપટા

17 June 2019 07:42 PM
Gujarat Saurashtra
  • વાદળછાયા વાતાવરણમાં ગુજરાત-સૌરાષ્ટ્રભરમાં છૂટાછવાયા ઝાપટા

સવારથી જ સાંજ સુધી ધૂપછાવ ભર્યા વાતાવરણમાં બફારા સાથે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું

Advertisement

રાજકોટ તા.17
વાયુ વાવાઝોડાની આફત ટળ્યા બાદ ગુજરાત-સૌરાષ્ટ્રભરમાં પલ્ટાયેલા વાતાવરણમાં આજે પાંચમા દિવસે છુટાછવાયો વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લામાં વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા અને બપોર સુધીમાં ખાંભા વિસ્તારમાં અડધો ઈંચ સાવરકુંડલા, વડીયા અને રાજુલા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં હળવો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ગુજરાતના આણંદ જીલ્લાના બોરસદમાં સવા ઈંચ, દાહોદમાં અડધો ઈંચ, તારાપુરમા અડધો ઈંચ તેમજ સુરત, ભરૂચ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, તાપી, અમદાવાદ, નવસારી કચ્છ, ગાંધીધામમાં વરસાદના હળવા ઝાપટા વરસ્યા હતા.


Advertisement