ગુજરાતમાં બજેટ સત્રની તૈયારી શરૂ પ્રથમ વખત 175 સભ્યોની જ હાજરી

17 June 2019 07:36 PM
Gujarat
  • ગુજરાતમાં બજેટ સત્રની તૈયારી શરૂ પ્રથમ વખત 175 સભ્યોની જ હાજરી

સાત ખાલી બેઠકો સત્ર દરમિયાન નહી ભરાઇ

Advertisement

ગાંધીનગર તા.17
આગામી વિધાનસભાનું બજેટ સત્ર તારીખ 2 જુલાઈથી 24 જુલાઈ સુધી 23 દિવસ માટે મળશે જેમાં આઠ દિવસ રજા ના નીકળતા કુલ 15 દિવસ વિધાનસભાનું સત્ર મળશે જેમાં ચાર દિવસ બે બેઠકો રહેશે એટલે કે વિધાનસભામાં કુલ 19 બેઠકો યોજાશે આગામી 2 જુલાઈના રોજ શોક દર્શક ઉલ્લેખ બાદ નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ 2019 -20 નું ફેરફાર કરેલું અંદાજપત્ર રજૂ કરશે આ અંદાજપત્ર કુલ. 2 લાખ કરોડનું હોવાની સંભાવના વર્તાઈ રહી છે. વર્તમાન ભાજપ સરકાર નવી યોજનાઓની જાહેરાત શું કરશે તેવી શક્યતાઓ પ્રબળ બની છે બીજી તરફ રાજ્ય સરકાર હસ્તક વેટના દરો કેજે જીએસટી ના દાયરામાં નથી લેવાતા તેમાં વધારો થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. અત્રે નોંધનીય છે કે બજેટ ઉપર સામાન્ય ચર્ચા માટે ત્રણ દિવસ ફાળવવામાં આવ્યા છે જ્યારે વિભાગો માટેની માગણીઓ ઉપર ચર્ચા માટે બાર દિવસ ફાળવાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિધાનસભાગૃહમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી સહિતના તમામ સભ્યોની સંખ્યા 100નીરહેશે જ્યારે વિપક્ષી કોંગ્રેસના સભ્યોની સંખ્યા 71 નીરહેશે. સાથે-સાથે બીટીપી ના 2 , એનસીપી ના 1 , અને 1 અપક્ષ મળીને કુલ 175નું સંખ્યાબળ રહેશે. જ્યારે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચાર બેઠકો ઉપર ભાજપના ધારાસભ્ય ચૂંટાતા તેમજ ત્રણ બેઠક ઉપર સુપ્રીમ કોર્ટમાં કેસ હોવાના લીધે સાત બેઠકો ખાલી રહેશે.
ગુજરાત વિધાનસભામાંથી સાંસદ બનેલા ખેરાલુ ના ધારાસભ્ય ભરતસિંહ ડાભી દિયોદરના ધારાસભ્ય પરબતભાઈ પટેલ લુણાવાડાના ધારાસભ્ય રણજીતસિંહ ઠાકોર અને અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારના ધારાસભ્ય પટેલનો સમાવેશ થાય છે જ્યારે કથિત ભ્રષ્ટાચારના મામલે તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ નુ ધારાસભ્ય પદ રદ્દ થવાના કારણે તે સુપ્રીમ કોર્ટમાં ગયા હોવાથી જ્યારે જાતિ પ્રમાણ પત્ર ને લઈને ધારાસભ્ય પદ રદ થવાથી મોરવા હડફ ના ધારાસભ્ય પણ સુપ્રીમ કોર્ટમાં ગયા છે જ્યારે ચૂંટણીઓ અગાઉ ભરવાનું થતું ડેક્લેરેશન ફોર્મ માં ખોટી માહિતી આપવાને લઈને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક નું સભ્યપદ રદ થતાં તે પણ સુપ્રીમ કોર્ટમાં ગયા છે આમ કુલ 7 ધારાસભ્યોમાંથી ચાર ધારાસભ્ય સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ત્રણ ધારાસભ્ય તેમનું સભ્યપદ બચાવવા સુપ્રીમ કોર્ટમાં જતા તેઓ વિધાનસભાની કાર્યવાહી માં હાજર રહી શકશે નહીં.
પ્રાપ્ત વિગતો અનુસાર રાધનપુર ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના સંદર્ભે વિધાનસભા અધ્યક્ષ દ્વારા હજુ કોઈ નિર્ણય નહીં લેવાતા તેમજ તેમના દ્વારા કોઇ નવી બેઠક ફાળવવાની માંગણી નહીં કરાતા તેમને તેમને ફળવાયેલી બેઠક ઉપર જ બેસવું પડશે.


Advertisement