જીએસટીના વાર્ષિક રિટર્નની મુદત લંબાવવા માંગ

17 June 2019 07:34 PM
Gujarat
  • જીએસટીના વાર્ષિક રિટર્નની મુદત લંબાવવા માંગ

30 જૂન સુધીમાં કોઈ રીતે ભેગુ થાય તેમ નથી: ગુજરાત સેલ્સ ટેકસ બાર એસોસીએશનની રજુઆત : અટપટી જોગવાઈઓ હોવાથી ટાઈમ લાગે છે

Advertisement

અમદાવાદ તા.17
ગુજરાતના ટેકસ પ્રેકટીશનરોએ જીએસટીનું વાર્ષિક રીટર્ન ભરવાની 30 જૂનની આખરી મુદત લંબાવવા માંગણી કરી છે.
વેરા જીલ્લાઓના સંગઠનોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 6-7 લાખ જેટલા રજીસ્ટર્ડ કરદાતાઓ છે. ઓટો કોમ્પ્યુટેશનની ભૂલ ભરેલી એન્ટ્રી થતી હોવાથી ડીલરોની ટેકસ જવાબદારી વધી જતી હોવાથી ગણ્યાગાંઠયા જ રિટર્ન ફાઈલ કરી શકયા છે.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામણ અને સેન્ટ્રલ તથા સ્ટેટ જીએસટીના સતાવાળાઓને લખેલા પત્રમાં ગુજરાત સેલ્સ ટેકસ બાર એસોસીએશને જણાવ્યું છે કે રિટર્ન ફાઈલ કરવાથી યુટીલીટી એક મહિનાની જ પ્રાપ્ય છે અને એ સાથે અનુકુળ થવું જોઈએ અને વકીલો માટે શકય નથી.
સંગઠનના અધ્યક્ષ ઉર્વિશા પટેલે જણાવ્યું હતું કે ખરીદનારા અને વેચનારાએ અગાઉ ફાઈલ કરેલા રિટર્નમાંથી વાર્ષિક રિટર્ન ફીડસ મેળવે છે. જો મિસમેચ હોય તો રિટર્ન ફાઈલ કરવામાં ભુલ આવશે.
આ કારણે વેપારીઓને ખરેખર કરતા વધુ ટેકસ આપવાની નોબત આવશે. રિટર્ન રિવાઈઝ કરવાની કોઈ જોગવાઈ નથી. અગાઉ કલેમ કરી હોય તેવી ઈનપુટ ટેકસ ક્રેડીટ કલેમ કરવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ ખોટી રીતે ક્રેડીટ મેળવી હોય તો યેકસ ચૂકવવાની જોગવાઈ છે.


Advertisement