વાવાઝોડુ નલીયા તથા લખપત વચ્ચે સાંજ સુધીમાં હિટ કરશે

17 June 2019 07:15 PM
Rajkot Gujarat Saurashtra
  • વાવાઝોડુ નલીયા તથા લખપત વચ્ચે સાંજ સુધીમાં હિટ કરશે

જો કે તે ડિપ્રેશન કે ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે: 40થી 65 કિલોમીટરની ગતિએ ફૂંકાશે: માંડવી બીચ બંધ કરાવ્યો: જામનગર-દ્વારિકા-કચ્છ તથા મોરબીના બંદરો પર ત્રણ નંબરની સીગ્નલ

Advertisement

ઓમાનના દરીયાથી રીટર્ન થઈને આવેલ વાવાઝોડાએ આજે સાંજે નલીયાના લખપત વચ્ચેના દરિયા કીનારે ત્રાટકશે અને આ સમયે તે સાયકલોનીક સ્ટ્રોમમાંથી ડીપ્રેશન કે ડીપ્રેશનમાં ફેરવાઈ ગયું હશે અને તેથી તેની પવનની ઝડપ પણ 45થી 65 કિલોમીટર વચ્ચે રહેશે. વાયુ વાવાઝોડાની અસર હેઠળ સમગ્ર કચ્છમાં વરસાદ પડવાની ધારણા છે. માંડવી બીચ ઉપર દરીયાના પાણી ફરી વળતા બીચ બે દિવસ માટે બંધ કરાયો છે. તથા જામનગરના ઓખા અને મોરબીના નવલખી બંદર ઉપર ત્રણ નંબરનું સીગ્નલ ચડાવાયું છે જે હવાના ભારે તોફાનની અસર બંદર ઉપર થશે તેવા સંકેત છે. આ ઉપરાંત તા.17 અને 18 બે દિવસ આ ડીપ્રેશનની અસર રહી શકે છે. કચ્છમાં એનડીઆરએસની વધુ બે ટીમ મોકલવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં બીએસએફને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. કચ્છના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે. વાયુ વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ દક્ષિણ રાજસ્થાન પહોંચશે ત્યાં રસ્તામાં ઉ.ગુજરાત અને બનાસકાંઠામાં તેની અસર થાય તેવી શકયતા છે અને આ જીલ્લાને પણ એલર્ટ કરાયો છે.


Advertisement