રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ

17 June 2019 06:54 PM
Rajkot Saurashtra
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ
 • રાજકોટમાં આરોગ્ય સેવા ખોરવાઇ : તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ

આઇએમએ દિલ્હીની રાષ્ટ્રવ્યાપી હડતાલને રાજકોટ આઇએમએનું પ્રચંડ સમર્થન : એક દિવસીય હડતાલમાં ખાનગી-સરકારી હોસ્પિટલના તબીબો જોડાયા : આઇએમએ રાજકોટ એસો.ની મીટીંગ મળી ઓપીડી સેવાથી અલિપ્ત : માત્ર ઇમરજન્સી કેસોમાં તબીબોએ સેવા આપી : સિવિલ હોસ્પિટલના તબીબોની રેલી સાથે કલેકટરને આવેદનપત્ર : પૂર્વ જાણકારી વિના બહારગામથી આવતા સામાન્ય રોગના દર્દીઓને રાજકોટ ધરમ ધક્કો : એક દિવસીય હડતાલને તબીબો સફળ બનાવી લડતને સમર્થન આપ્યું

Advertisement

રાજકોટ તા.17
પશ્ર્ચિમ બંગાળનાં કલકત્તામાં મેડીકલ કોલેજનો ડોકટર પર થયેલા હિંસક હુમલાનાં બનાવના પગલે આઇએમએ હેડ કવાર્ટર દિલ્હીના આદેશના પગલે દેશ વ્યાપી હડતાલમાં રાજકોટ આઇએમએ એસો.ના તબીબો-સરકારી તબીબો સહિત તમામ તબીબોએ આજે હડતાલ પર ઉતરી માત્ર ઇમરજન્સી કેસ સિવાયની કોઇપણ સારવાર-નિદાનથી અળગા લઇ કેન્દ્ર સરકાર તબીબોના રક્ષણ માટે એક અલાયદો કાયદો ઘડી તબીબોને રક્ષણ-સલામતી પુરી પાડવા બુલંદ માંગણી ઉઠાવી હતી. આજે સવારથી રાજકોટની તમામ સરકારી ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી સદંતર બંધ રહેતા દવાખાના હોસ્પિટલો સુમસામ ભાસતી હતી.

પશ્ર્ચિમ બંગાળના કલકતામાં ડો.પી.મુખરજી પર થયેલા ગંભીર જીવલેણ હુમલાના બનાવના પગલે દેશભરની તબીબી આલમ પર ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ઇન્ડિયન મેડીકલ એસો. દિલ્હીની આજે સોમવારે દેશવ્યાપી એક દિવસની હડતાલમાં રાજકોટ આઇએમએ એસો.ના તબીબો, સિવિલ હોસ્પિટલનાં તબીબો હડતાલ પર જતા સૌરાષ્ટ્ર-ગુજરાતની સાથો સાથ રાજકોટમાં તબીબી સેવા સવારથી ખોરવાઇ જતાં પૂર્વ જાણકારી વિના રાજકોટ દવાખાને આવેલા દર્દીઓને ઘરમ ધક્કો થયો હતો.

ઇન્ડિયન મેડીકલ એસો. રાજકોટના પ્રમુખ અને જાણીતા સ્ક્રીન સ્પેશ્યાલીસ્ ડો.ચેતન લાલચેતા, પૂર્વ પ્રમુખ ડો.હિરેન કોઠારી, સેક્રેટરી ડો.તેજસી કરમટા, ડો.અમીત હપાણી, રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડયા, ડો.ભાવની કોઠારી, ડો.પિયુષ અનડકટ સહિતના તબીબો આજે તબીબી સારવાર ઓપીડીથી અલીપ્ત રહી સવારે 11 કલાકે ત્રિકોણબાગ પાસેની રેડક્રોસ ઓફિસ ખાતે એકત્ર થઇ આઇએમએ દિલ્હી દ્વારા અપાયેલી રાષ્ટ્રીય વ્યાપી ચળવળમાં ટેકો આપી કલકતામાં થયેલ તબીબ પરના હુમલાને સખત શબ્દોમાં વખોઢી કાડી પોત પોતાના કલીનીક હોસ્પિટલોમાં ઓપીડી બંધ રાખી માત્ર ઇમરજન્સી અને ઇન્ડોર દર્દીઓને સારવાર આપી હતી. સાથો સાથ સવારથી પોતાની હોસ્પિટલ માત્ર ઇમરજન્સી સેવા સિવાય તમામ સેવાઓ એક દિવસ બંધ રાખેલ હોવાના બોર્ડ લગાવી ઓપીડી સેવા બંધ રાખી હતી.

ઇન્ડિયન મેડીકલ એસો.ની મીટીંગમાં તમામ તબીબોએ લડતમાં છેક સુધી લડી લેવા નિર્ધાર વ્યકત કરી દેશભરના તબીબોની સલામતી-રક્ષણ માટે કેન્દ્ર સરકાર તાકીદે કાયદો ઘડી જરૂરી પગલા ભરે તેવી માંગણી ઉઠાવી હતી.
આઇએમએ રાજકોટ એસો.ના પ્રમુખ ડો.ચેતન લાલચેતના જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગરની તમામ 300-350 હોસ્પિટલના 750થી વધુ તબીબો હડતાલમાં જોડાયા હતા અને વહેલી સવારથી તમામ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી બંધ રાખી દિવસભર માત્ર ઇમરજન્સી સેવા અને ઇન્ડોર દર્દીઓની તબીબી સેવા શરૂ રાખી હતી. સાથે ઇન્ડિયન મેડીકલ એસો. દિલ્હીના રાષ્ટ્રવ્યાપી લડતમાં સમર્થન આપી જરૂર પડયે લડતને ઉગ્ર બનાવવા સાથે રાજીનામા આપવા સુધીની તૈયારી દર્શાવી હતી.

સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બંધ : આવેદન
ઇન્ડિયન મેડીકલ એસો.ની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના તબીબોએ સવારથી ઓપીડી સેવાથી અલિપ્ત રહી રેલી સ્વરૂપે કલેકટર ઓફિસ પહોંચી આરોગ્ય મંત્રીને ઉદેશીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પશ્ર્ચિમ બંગાળના કલકત્તામાં મેડીકલ કોલેજના ડયુટી પરના તબીબ પી. મુખરજી પર થયેલા હિંસક હુમલાને વખોડી કાઢી આ પ્રકારના હુમલાઓ રોકવા સાથે કાયદો કડક બનાવવા, હોસ્પિટલોમાં લેટેસ્ટ ટેકનોલોજીવાળા વિડીયો સર્વેલન્સ ગોઠવવા, હોસ્પિટલોમાં સગાઓની વધારે પ્રમાણથી થતી આવન-જાવન રોકવા અને દર્દીઓના સગાઓ સાથે થતી અથડામણ ટાળવા અને જરૂરી સીકયુરીટી સ્ટાફ, પોલીસ કર્મીઓ ફાળવવા માંગણી કરી હતી. રેલીમાં જુનિયર ડોકટર એસો.ના ડો.જીતેશ રામાણી, ડો.પ્રદિપ સોલંકી, ડો.હિર્ષલ શાહ, ડો.ચિરાગ માંકડીયા, ડો.સાગર કચ્છા, ડો.મહેશ વાટકીયા સહિતના તબીબો જોડાયા હતા અને કલેકટરને આવેદનપત્ર આપી જરૂરી પગલા લેવામાં સરકાર નિષ્ફળ જાય તો લડત ઉગ્ર બનાવવા ચીમકી ઉચ્ચારી હતી.

સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારથી એક દિવસ માટે તબીબોની હડતાલના પગલે ભારે અફડા-તફડી મચી હતી. તાવ, શરદી, ઉધરસ સહિતની રેગ્યુલર સામાન્ય રોગની સારવારમાં આવતા દર્દીઓને ઓપીડી બંધ હોવાથી ધરમ ધક્કો થયો હતો. સિવિલ હોસ્પિટલમાં સવારથી કેસ બાકી, જનરલ બોર્ડ બંધ થતા દેકારો મચી ગયો હતો. જો કે બપોર સુધીમાં પાંચથી સાત ઇમરજન્સી કેસોમાં દર્દીઓને સારવાર મળી હતી. આજે સૌરાષ્ટ્રભરની સાથે રાજકોટ મહાનગરમાં તમામ ખાનગી-સરકારી, કોર્પોરેટર હોસ્પિટલોનાં તબીબો હડતાલ પર જતા તબીબી સેવાઓ ખોરવાઇ હતી. જો કે ઇમરજન્સી કેસો અને હોસ્પિટલમાં ઇન્ડોર દર્દીઓને સારવાર મળી હતી. પશ્ર્ચિમ બંગાળના તબીબ પર થયેલ હિંસમ હુમલાના વિરોધમાં આજે રાજકોટ મહાનગરની તમામ સરકારી ખાનગી હોસ્પિટલોના તબીબોએ આક્રોશ સાથે હડતાલને સફળ બનાવી હતી. સિવિલ હોસ્પિટલમાં તબીબી હડતાલના પગલે પોલીસે કડક બંદોબસ્ત જાળવ્યો હતો.

મનપાના આરોગ્ય કેન્દ્રો દર્દીઓ માટે ખુલ્લા રહ્યા
આને કહેવાય સેવા..
રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આજે દર્દીઓ માટે ઓપીડી સારવાર બંધ હતી ત્યારે મહાપાલિકાના 21 આરોગ્ય કેન્દ્રો દર્દીઓ માટે આશિર્વાદ સમાન બન્યા હતા. તમામ દવાખાનામાં આજે ઈમરજન્સી સિવાયની સારવાર બંધ હતી. કોઈ કેસ ચેક કરવામાં આવતા ન હતા. લેબોરેટરી પણ હડતાલમાં જોડાઈ હતી. પરંતુ જુદા જુદા વિસ્તારનાં 18 વોર્ડમાં આવેલ 21 દવાખનામાં દર્દીઓની સારવાર ચાલુ રાખવામાં આવી હતી. આ કેન્દ્રોનો સ્ટાફ હડતાલમાં જોડાયો ન હતો તેમ અધિકારીઓએ કહ્યું હતું.

છેક સુધી લડી લેશું : સિવિલ હોસ્પિટલનાં તબીબોની રેલી-આવેદનપત્ર
પશ્ર્ચિમ બંગાળના કલકતામાં મેડીકલ કોલેજના તબીબ પી. મુખરજી પર થયેલા હિચકારા હુમલાના બનાવના પગલે પીડીયુ સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટર એસો.ના ડો.જીતેશ રામાણી, ડો.પ્રદિપ સોલંકી, ડો.હર્ષિલ શાહ સહિતના તબીબોએ રેલી કાઢી કલેકટર કચેરીએ પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તબીબ પરના હિંચકારા હુમલાના બનાવોને રોકવા અને સરકાર કડક કાયદો ઘડે તેવી માંગણી ઉઠાવી હતી.

તબીબી આલમમાં આક્રોશ : રાજકોટ આઇએમએ એસો.નું લડતને સમર્થન
પશ્ર્ચિમ બંગાળના કલકતા મેડીકલ કોલેજના તબીબ પી. મુખરજી પર થયેલ હિંસક હુમલાના વિરોધના પગલે દિલ્હી આઇએમએનાં રાષ્ટ્ર વ્યાપી એક દિવસીય હડતાલમાં રાજકોટ આઇએમએ એસો.એ સમર્થન પુરૂ પાડયું હતું. આજરોજ ત્રિકોણબાગ પાસે રેડક્રોસ ઓફિસ ખાતે આઇએમએ એસો.ની મીટીંગમાં પ્રમુખ ડો.લાલચેતા સહિતના હોદેદારો, તબીબો ઉપસ્થિત રહી લડતમાં છેક સુધી લડી લેવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. તે વેળાની તસવીરમાં બાજુમાં શહેરની સુમસામસ ભાસતી ખાનગી હોસ્પિટલોનો નજારો તસવીરમાં નજરે પડે છે.

સિવિલ હોસ્પિટલમાં તબીબોના દેખાવો : ઓપીડી સેવા ખોરવાતા દેકારો : ઝપાઝપીના દ્રશ્યો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે એક દિવસીય તબીબોની હડતાલના પગલે ઓપીડી અને કેસ બારી સવારથી બંધ રહેતા સિવિલમાં આવેલા તબીબો અને સગાઓએ દેકારો મચાવ્યો હતો. બીજી તરફ તબીબોએ હડતાલના પગલે દેખાવો કર્યા હતા.
સવારથી સિવિલ હોસ્પિટલની કેસ અને ઓપીડી જનરલ રૂમ નહી ખુલતા દર્દીઓએ અને સગાઓએ દેકારો મચાવી ઝપાઝપી પર ઉતરી પડતા મામલો સિવિલ સર્જન ડો.મનીષ મહેતા અને મેડીકલ કોલેજના ડીન ડો.ગૌરીબેન સુધી પહોંચતા તેઓ દોડી આવ્યા હતા અને મામલો થાળે પડયો હતો.
સિવિલ હોસ્પિટલના પટાંગણમાં જુનિયર ડોકટર એસો. (જેડીએ) દ્વારા બેનરો સાથે દેખાવ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઓપીડી જનરલ રૂમ નં.4 સવારથી બંધ કરી તાળા મારી દેવાતા દેકારો મચી ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા આવેલા બહાર ગામના દર્દીઓ પણ આમથી તેમ અફળાયા હતા. ઇમરજન્સી વોર્ડમાં માત્ર ઇમરજન્સી દર્દીઓને સારવાર મળી હતી. તબીબોના દેખાવો બીજી તરફ દર્દીઓ-સગાઓનાં દેકારા સાથે સિવિલ હોસ્પિટલ કેમ્પસ ગુંજી ઉઠયો હતો. પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો.


Advertisement