રાજસ્થાનની સુમન રાવ બની મિસ ઈન્ડિયા 2019

17 June 2019 01:58 PM
Entertainment Woman
  • રાજસ્થાનની સુમન રાવ બની મિસ ઈન્ડિયા 2019

Advertisement

મુંબઈ: 56મી ફેમિના મિસ ઈન્ડિયા 2019નો નિર્ણય આવી ચૂકયો છે. રાજસ્થાનની સુમન રાવે આ ખિતાબ જીતી લીધો છે. 22 વર્ષની સુમને અનુકૃત વાસ બાદ હવે આ ખિતાબ જીતી લીધો છે. સુમન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની તૈયારી કરી રહી હતી. સુમને આ ખિતાબ જીતીને પોતાનું સપનું સાચું કર્યુ છે. સુમનનું કહેવું છે કે તે જિંદગીમાં એવી ચીજો કરવાની પણ હિંમત રાખે છે જેને લોકો અનિશ્ર્ચિત માને છે.
સુમન જીવનમાંપોતાના માતા-પિતાથી ખૂબ જ પ્રભાવિત છે. મિસ ઈન્ડિયા 2019નો ખિતાબ જીતનારી સુમનનું કહેવું છે કે તેને માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. ઉલ્લેખનીય છે કે 2019માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનારી સુમન 2018માં તાજ ચૂકી ગઈ હતી. ગયા વર્ષે તે પ્રથમ રનરઅપ રહી હતી. ફેમિના મિસ ઈન્ડિયાની જીત બાદ હવે સુમનનું આગામી ધ્યેય મિસ વર્લ્ડ ઈવેન્ટ હશશે. સુમન આ રેસમાં ભારત તરફથી ભાગ લેશે. સુમન ઉપરાંત કેટલાક બીજા નામ આ ઈવેસ્ટમાં ચર્ચામાં રહ્યા. તેલંગણની સંજના વીજ ફર્સ્ટ રનરઅપ રહી. બિહારની શ્રેયા શંકરે મિસ ઈન્ડિયા યુનાઈટેડ કોન્ટિનેન્ટ 2019નો ખિતાબ જીત્યો હતો. છત્તીસગઢની શિવાની જાધવ મિસ ગ્રેન્ડ ઈન્ડિ 2919નો ખિતાબ જીતી છે.


Advertisement