તળાજાના મેથળા, ઘોઘાના ભાખલ ગામના ખેડૂતોનું પ્રેરકકાર્ય : જાતે ગામ તળાવ ખોદયું અને નવા નીર આવ્યા

17 June 2019 12:48 PM
Bhavnagar
  • તળાજાના મેથળા, ઘોઘાના ભાખલ ગામના ખેડૂતોનું પ્રેરકકાર્ય : જાતે ગામ તળાવ ખોદયું અને નવા નીર આવ્યા

બે દિવસ અનરાધાર વરસાદ પડતાં તળાવ અને ચેકડેમ છલકાયા

Advertisement

ભાવનગર તા.17
ઘોઘા અને તળાજા તાલુકા ના દરિયા કિનારે આવેલ ગામડાઓ ને’ વાયુ ’ વાવાઝોડું ફળ્યું છે. અનરાધાર વરસેલ વરસાદ ના પગલે ચેકડેમી અને તળાવો ભરાઇ ગયા છે. જેના પગલે ભૂગર્ભ તળ નીચે ગયા હતા તે રીચાર્જ થઈ ને સજીવન થયા છે. તેમાંય ઘોઘા ના ભાખલ ગામના ખેડૂતો એ જાતે જ સહિયારો પ્રયાસ કરી સ્વખર્ચે ઊંડું ઉતારેલ તળાવ ભરાઈ જતા પ્રથમ વરસાદ એજ મીઠા ફળ ચાખવા મળીરહ્યા છે.
તળાજા ના મેથળા નજીક દાતાઓની સખાવત થી દસ ગામડાઓના ખેડૂતો એ વિસવર્ષ થી બંધારો બાંધી આપવાની લોલીપોપ સામે જાત મહેનતે પાળો બનાવી દરિયાના ખારા પાણીને રોકી મીઠાપાની નું વિશાલ સરોવર બનાવી દીધું છે.એજ રીતે ઘોઘા તાલુકા ના ભાખલ ગામના ખેડૂતો એ ગામ તળાવ ઊંડું ઉતારવામાંટે સરકાર ની રાહ જોયા વગરજ જાતે તળાવ ઊંડું ઉતર્યા છે.
ગોપાલસિંહ ગોહિલ ના જણાવ્યા પ્રમાણે ગામના મોટા ખેડૂત જે આર્થિક રીતે સધ્ધર છે .તેમણે સહિયારા પ્રયાસો થકી તળાવ ઊંડું ઉતારવા માટે નિર્ણય લઈને જેનાથી જેટલું બને તેટલું ઊંડું ઉતારવા અને ટ્રેક્ટરો મા નીકળતી માટી ને ખસેડવા સૌ કામે લાગી ગયા હતા. ગણતરી ના દિવસોમાંજ તળાવ છીછરું લાગતું તળાવ ને ઊંડું ઉતારી દેવામાં આવ્યૂ. સરકાર જે કામ માટે તંત્ર ને કામે લગાડે,બાબુઓ ફોટા પડાવી પ્રસિદ્ધિ મેળવે અને સરકારી ચોપડે જે બિલ ઉધારવામાં આવે તેનાથી પણ ઓછા ખર્ચે ખેડૂતોએ સહિયારા પ્રયાસો અનવ જાત મહેનતે તળાવ ઊંડું ઉતારી દીધું. વાયુ ના પગલે આવેલ અનરાધાર વરસાદ ના પગલે ગણતરીની કલાકો માજ તળાવ અને ચેકડેમ.ઓવરફલો થઈ ગયા હતા.
આ બાબતે રણજીતસિંહ ગોહિલ એ જણાવ્યું હતુંકે ત્રણેક કલાક માં પાંચ ઇંચથી વધુ વરસાદ ઉપરવાસ થી લઈ તળાજા ના મણાર,અલંગ, પીપરલા ,ધારડી સુધી પડ્યો હતો. મણારી નદી માં પૂર આવેલ. પીપરલા નું તળાવ પણ ભરાઈ જવા પામેલ. જેના પગલે ભૂગર્ભ જળ ઊંડા ગયા હતા. કુવાઓ બોર માં પાણી નહતાં તે સજીવન થઈ ગયા છે.


Advertisement