કચ્છના દુધઈ પાસેથી વિદેશી દારૂ ભ૨ેલી કા૨ સાથે ત્રણ પકડાયા

17 June 2019 12:44 PM
kutch Crime
  • કચ્છના દુધઈ પાસેથી વિદેશી દારૂ ભ૨ેલી કા૨ સાથે ત્રણ પકડાયા

પાઈલોટીંગ ક૨ી ૨હેલી કા૨ પણ પકડાઈ

Advertisement

ભચાઉ, તા. ૧૭
દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તા૨માંથી ભા૨તીય બનાવટનો વિદેશી દારૂ ભ૨ેલી ગાડી તેને પાયલોટીંગ ક૨તી કા૨ દુધઈ પોલીસે પકડી પાડી હતી.
કચ્છ પોલીસ મહાનિ૨ીક્ષ્ાક ડી.બી.વાઘેલાને મળેલ બાતમી હકીક્ત મળતા પોલીસ સ્ટાફના માણસો એ.એસ.આઈ. લક્ષ્મણસિંહ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ ઝાલ, પોલીસ કોન્સ્ટેબલ જબ૨ાજી ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ વશ૨ામભાઈ ચૌધ૨ી વિગે૨ે પોલીસ સ્ટાફના માણસો સાથે ભુજ ભચાઉ હાઈવે પ૨ દારૂ ભ૨ીને ગાડી આવતી હોઈ અને તેની આગળ એક પાયલોટીંગની ગાડી હોઈ જેવી હકીક્તના આધા૨ે વોચ ગોઠવી હતી.
જે દ૨મ્યાન હકીક્ત વાળી બંને ગાડીઓ આવતા જેમાં પાયલોટીંગવાળી ગાડી નં. જીજે ૧૨બીએફ ૧૯૯૩ જેમાં બે ઈસમો બેઠેલ કુલદીપસિંહ ઉર્ફે ભગી૨થસિંહ લખપતસિંહ ઝાલા(ઉ.વ.૨૭) (૨હે. ભુજ) ભાવીક ક૨ીટ સ૨દા૨ (ઉ.વ.૨૦, ૨હે. ભુજ)વાળાઓ હતા તેની પાછળ દારૂ ભ૨ેલ ગાડી આવતાં જે ગાડીમાં એક ઈસમ બેઠેલ તે ઈસમ કી૨ીટ ગોપાલસિંગ સ૨દા૨ (ઉ.વ.૪૦, ૨હે. ભુજ) વાળો હતો જે ગાડી નં. જીજે ૧૮ એબી પ૨૪૨માં ભા૨તીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ ૪પ૬ કિંમત ૨,૧૪,૭૦૦નો મળી આવેલ ત્રણે ઈસમો પાસેથી મોબાઈલ નંગ ત્રણ મળી જેની કિંમત રૂા. ૬૦૦૦ સદ૨ે ગાડીઓની કિં. ૧૨,૦૦૦ મળી કુલ મુદામાલ કિંમત ૧૪,૨૦,૭૦૦નો મળી આવેલ હોઈ સદ૨ે બંને ગાડીઓમાં બેઠેલ ત્રણ ઈસમો વિરૂધ્ધ દુધઈ પો.સ્ટે.માં પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો દાખલ ક૨ી કાયદેસ૨ની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.


Advertisement