ઉના પાસે કારમાંથી 90 હજારનો દારૂ ઝડપાયો

17 June 2019 12:42 PM
Veraval
  • ઉના પાસે કારમાંથી 90 હજારનો દારૂ ઝડપાયો

Advertisement

ઉના તા.17
ઊના તાલુકાના નવાબંદર મરીન પોલીએ પાલડી ગામે ગડીયા પીર વિસ્તાર શેરીમાં વિદેશી દારૂનો જથ્થો આવતો હોવાની હકીકત મળતા નવાબંદર પોલીસના કો.પ્રવિણભાઇ મોરી સહીતના સ્ટાફએ રેઇડ કરતા ટાટા કંપનીની ઇન્ડીગો માઝા ગાડી નં.જીજે 27 વી 1439માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની બોટલ 470 તેમજ અન્ય કંપનીની 12 બોટલ મળી કુલ રૂ.40 હજાર તેમજ ગાડીની કિરૂ. 50 હજાર સહીત કુલ રૂ.90,100 હજારના મુદામાલ પકડી પાડી નવાબંદર પ્લીસ સ્ટેશનમાં લાવી ગન્હો નોધેલ છે આ દારૂ હેરાફેરી કરનાર શખ્સો પોલીસને જોતા પોતાની ગાડી તેમજ દારૂનો જથ્થો છોડી નાશી છુટેલ હોય આ અંગે દારૂના જથ્થો કોનો છે ક્યા સપ્લાય કરવાનો હતો. અને ગાડીના નંબર આધારે પોલીસ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરેલ છે.


Advertisement