તળાજાના પસવી ગામે મકાન ધરાશાયી: પાંચ બાળક સહિતનું કુટુંબ નિરાધાર

17 June 2019 12:41 PM
Bhavnagar
  • તળાજાના પસવી ગામે મકાન ધરાશાયી: પાંચ બાળક સહિતનું કુટુંબ નિરાધાર

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.17
ભાવનગર જીલ્લાના તળાજાના પસવી ગામે વરસાદી માહોલમાં એક મકાન ધરાશાયી થતા પાંચ બાળકો સહિત સાત વ્યકિતઓનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.
મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના પસવી ગામે વરસાદી માહોલમાં અરવિંદભાઈ રાઠોડ નામના વાળંદ પરિવારનું મકાન ધરાશાયી થતા પાંચ બાળકો સહિત સાતવ્યકિતઓ નિરાધાર બની ગયા છે. હજુ આખા ચોમાસાની સીઝન બાકી હોય આ જરૂરીયાતમંદ પરિવારને સરાકાર મળવાપાત્ર સહાય વહેલી તકે પૂરી પાડે તેવી રજુઆત કરાઈ છે.
તળાજા પંથકના સેવાભાવી અગ્રણી કમલેશભાઈ ચૌહાણ અને પરેશભાઈ ભટ્ટી સહિતના યુવાનો આ પરિવારની મુલાકાતે ગયા હતા.


Advertisement