તળાજામાં કપાસ બિયારણના ડીલરને ત્યાંથી શંકાસ્પદ જથ્થો મળી આવતાં વેચાણ અટકાવાયું

17 June 2019 12:41 PM
Bhavnagar

જથ્થો સીલ કરીને લેબમાં મોકલાયો

Advertisement

ભાવનગર તા.17
તળાજા માં બિયારણ નો વ્યવસાય કરતા વેરપીઓ ને ત્યાં ખેતીવાડી અધિકારીઓ ની તપાસ અર્થે આવેલી ટીમની તપાસ માં શાક માર્કેટ વિસ્તારની એક દુકાનમાં કપાસ નું બિયારણ શકાસ્પદ જણાતા જથ્થા ને સીલ કરી તપાસ અર્થે લેબોરેટરી માં મોકલવામાં આવ્યો હોવાનું સતાવાર સાધનો પાસેથી જાણવા મળેલ છે.
સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો પ્રમાણે બિયારણ ના સેમ્પલ લેવા સીલ કરવા અને હલકી કે ખેૂડતો ને છેતરનાર બિયારણ નથીટેવાત ની ખરાઈ કરવામાટે સરકાર ્દવારા ટાર્ગેટ આપવામાં આવેછે. જેના પગલે તળાજા માં ખેતીવાડી અધિકારી ઓ નિટીમ દ્વારા બિયારણ વિક્રેતાઓ ની દુકાન પર જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ ના ભાગરૂપે અહીંના શાકમાર્કેટ વિસ્તારમાની એક હોલસેલ અને છૂટક વેચાણ કર્તા મોટા વેપારીને ત્યાં શકાસ્પદ કપાસ નું બિયારણ જણાતા તેનું સેમ્પલ લેવામાં આવેલ હતું.એ સેમ્પલ ને લબોરેટરી માં મોકલવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું. સાથે બિયારણ ના વેચાણ કરવા.પર રોક લગાવી દેવાનો તપાસકર્તા અધિકારીએ આદેશ આપેલ હોવાનું જાણવા મળેલ છે. લેબમાંથી ખેડૂતો સાથે છેતરપિંડી થનાર જ્થથો હોવાનો રિપોર્ટ આવે બાદ માં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સંબધિત વિભાગના અધિકારી એ જણાવ્યું હતુંકે સેમ્પલ કબ્જે લઈ કાયદેસરની વિધિ કરવાનો અધિકાર છે.પણ લેબોરેટરી નો ફાઇનલ રિપોર્ટ આવી ગયા બાદ મજબૂત રીતે પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે.


Advertisement