ઉનામાં સમસ્ત મુસ્લિમ સમાજનો 9મો સમુહ શાદી સમારોહ

17 June 2019 12:38 PM
Veraval

35 દુલ્હા-દુલ્હનોએ નિકાહ પઢયા : સમાજના અગ્રણીઓ હાજર રહ્યા

Advertisement

ઉના તા.17
ઊના શહેરના મેમણ ખીદમત કમીટી આયોજીત નવો સમુહ શાદી સમારોહ અને તાલુકાના સમસ્ત મુસ્લીમ સમાજનો પ્રથમ સમુહ શાદી ઊના સોરઠીયા ઘાંચી મુસ્લીમ સમાજની વાડી ખાતે ભવ્ય અને શાનદાર તરીકે સંપન્ન થયેલ તેમાં સમગ્ર તાલુકા અને આજુબાજુના જીલ્લા તાલુકાના 35 દુલ્લાહા દુલ્હન નવદંપતિએ સમુહમાં નિકાહ પઢી નિકાહ બંધન સાથે જોડાઇ જીંદગીની શરૂઆત કરી હતી. આ તકે ઊના તાલુકા મુસ્લીમ સમાજના પ્રમુખ મુન્નાભાઇ તેમજ મેમણ સમાજના અગ્રણી રફીકભાઇ (આર.કે) પીરાણીભાઇ, હાજી અકબરભાઇ ભીસ્તી, મુન્નાબાપુ ટ્રાન્સપોર્ટ વાળા, હાજી યાદગારબાપુ કાદરી, હાજી ઊમરશાબાપુ, શાહબુદીનભાઇ દલ તેમજ મેમણ હાજી ઇસ્માઇલ શેખ, મહંમદભાઇ મધડીયા, દેલવાડાના ઉપસરપંચ શબીરશાબાપુ, રાજુભાઇ ગટેચા, મહેબુબભાઇ તાઇ સહીત વિશાળ અગ્રણી જોડાયા હતા. તમામ નવદંપતિઓના નિકાહ મૈલાના રસીદબાપુ કાદરી, શાફીબાપુ કાદરી, મૈલાના જાવીદબાપુએ પઢાવેલ હતા.


Advertisement