વડીયાના દેવળકી ગામે વીજ શોર્ટથી યુવાનનું મોત

17 June 2019 12:34 PM
Jamnagar
  • વડીયાના દેવળકી ગામે વીજ શોર્ટથી યુવાનનું મોત

Advertisement

(જીતેશગીરી ગોસાઇ) વડીયા તા.17
વડીયાના દેવળકી ગામે વીજશોક લાગતા મજૂર યુવાનનું મોત થયું હતું.
અમરેલીથી દેવળકી ગામે ખાતરની ડિલેવરી કરવા આવેલ મજૂર યુવાન અસલમભાઈ જોગીયા ઉ.25 રહે અમરેલી વડીયાના દેવળકી ગામે સહકારી મંડળીના ગોડાઉનમાં ખાતર ટ્રક માંથી ઉતારતા હતા તે દરમિયાન ટ્રકનું દોરડું છોડવા મજૂર યુવાન ટ્રક પર ચડ્યો હતો તે દરમિયાન ટ્રકની ઉપરથી પસાર થતી ઇલેવનકેવી વીજ લાઈનને અડી જતા વીજશોક લાગતા મજૂર યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું યુવાનની લાશને પીએમ માટે વડીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા વડીયા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.


Advertisement