રાજકોટમાં વૃધ્ધ દંપતિનું સજોડે વિષપાન : બંનેના મોત

17 June 2019 11:42 AM
Rajkot Crime Saurashtra
  • રાજકોટમાં વૃધ્ધ દંપતિનું સજોડે વિષપાન : બંનેના મોત

નાનામવા રોડ પરના મેઘમાયાનગરનો બનાવ: માનસીક બીમારી અને તામશી સ્વભાવના લીધે પગલુ ભર્યાનું અનુમાન: પ્રથમ વૃધ્ધા બાદમાં વૃધ્ધે દમ તોડયો

Advertisement

રાજકોટ તા.17
રાજકોટમાં નાનામવા રોડ પર આવેલા મેઘમાયાનગરમાં રહેતા વૃધ્ધ દંપતિએ સજોડે વિષપાન કરી લેતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં પ્રથમ વૃધ્ધાનું બાદમાં વૃધ્ધનું મોત થયું હતું. બનાવના પગલે દલિત પરિવારમાં માતમ છવાય ગયો હતો. વૃધ્ધ માનસિક બીમારીથી પીડાતા હોય તેમ જ બંનેના સ્વભાવ તામસી હોય તેના લીધે આ પગલુ ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ નાનામવા મેઈન રોડ પર આવેલા મેઘમાયાનગર શેરી નં.1માં રહેતા દલિત વૃધ્ધા લીલાબેન (ઉ.65) તથા તેના પતિ સાજણભાઈ રાણાભાઈ વાઘેલા (ઉ.70) ગઈકાલે બપોરના સુમારે પોતાના ઘરે ઝે;રી દવા ગટગટાવી લેતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન પ્રથમ 6:45ના વૃધ્ધા લીલાબેનનું મોત થયું હતું તેમજ 11:10ના વૃધ્ધ સાજણભાઈનું મોત થયું હતું. બનાવના પગલે દલિત પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ દલિત દંપતિને સંતાનમાં બે પુત્રો છે. જેમાં એક પુત્ર હિતેષ આદુપુરમાં રહે છે. જયારે અન્ય પુત્ર જયેશ માતા-પિતા સાથે રહે છે. દલિત પરિવાર પાસેથી એવી વિગત જાણવા મળી હતી કે દલિત વૃધ્ધ સાજણભાઈ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. જેની છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલતી હતી. તેમ જ બંનેનો સ્વભાવ તામસી હોવાનું પણ જાળવા મળ્યું હતું. લાંબા સમયથી બીમારી અને તામસી સ્વભાવના લીધેલ બંનેએ આ પગલુ ભરી લીધુ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે. બનાવના પગલે દલિત પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.


Advertisement