વાવાઝોડું અભિશાપના બદલે આશીર્વાદરૂપ બન્યું: સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાવણી

17 June 2019 11:37 AM
Ahmedabad Gujarat Saurashtra
  • વાવાઝોડું અભિશાપના બદલે આશીર્વાદરૂપ બન્યું: સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાવણી

જુનાગઢ, ગીર સોમનાથમાં તળ ઉંચા આવ્યા

Advertisement

અમદાવાદ તા.17
છેલ્લી ઘડીએ ‘વાયુ’ વાવાઝોડાએ પલ્ટી મારતા ગુજરાતમાં જાનમાલની નુકશાનીનો ખતરો રહ્યો હતો. એના બદલે વાવાઝોડુ સૌરાષ્ટ્રના ખેડુતો માટે ઉપકારક સાબીત થયું છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણીનાં તળ ઉંચા આવ્યા છે અને ખેડુતોએ વરસાદના આ દોટનો ઉપયોગ કરી ખરીફ વાવેતર હાથ ધર્યું છે.
‘વાયુ’ એ દિશા બદલી એ પછી એ નબળું પડયું છે અને આજ સાંજ સુધી તે કચ્છના દરિયાકાંઠે અથડાવાની શકયતા છે,
એની અસરરૂપે ડીપ ડીપ્રેસન સર્જાશે અને આજે તથા કાલે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં વ્યાપક વરસાદ પડવાની ધારણા છે.
ગીર સોમનાથના કોડીનાર સહીતના વિસ્તારોમાં કેટલાકે મગફળીનું વાવેતર કર્યું છે. ખેડુતોને આશા છે કે આઠ-દસ દિવસમાં ચોમાસાનો વરસાદ પડશે તો એથી વાવેતરને ફાયદો થશે.
જૂનાગઢના કેશોદ આસપાસના વિસ્તારોના ખેડુતોએ પણ વાવાઝોડાની અસર હેઠળ વરસાદ પડવાની આગાહી થતાં બેનર ખેડી નાખ્યા હતા. સારો વરસાદ થતાં મોટાભાગના ખેડુતોએ કપાસ સહીતના પાકોનું વાવેતર કર્યું છે.
ગત શુક્રવારે જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને અમરેલી એમ 6 જીલ્લાના 17 તાલુકામાં 2 મીમીથી 104 મીમી વરસાદ થયો હતો. કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ એક-બે દિવસ તડકો પડે તો મગફળી અને કપાસની વાવણી માટે સાનુકુળ સ્થિતિ સર્જાશે.
સોરઠની કેટલીક નદીઓમાં પુર આવ્યા છે, અને ચેકડેમ ભરાઈ ગયા છે. એ જોતાં એ વિસ્તારના ખેડુતોએ ઉત્સાહભેર વાવણી કરી છે.


Advertisement