વડોદરામાં બાઇક ધીમી ચલાવવાનું કહેતા બે જૂથ વચ્ચે મારામારી, 3 ઘાયલ

17 June 2019 10:08 AM
Gujarat
  • વડોદરામાં બાઇક ધીમી ચલાવવાનું કહેતા બે જૂથ વચ્ચે મારામારી, 3 ઘાયલ

વડોદરાના પાણીગેટ ખાતે આવેલ કુંભારવાડામાં પથ્થરમારો થયો છે. બાઇક ધીમી ચલાવવાનું કહેતા થઇ બબાલ જેમાં બે જૂથ સામ સામે આવી ગયા હતાં અને પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં એકને ઈજા થઈ છે. જોકે હાલ કુંભારવાડામાં પોલીસ કાફલો ખડકાયો છે.

Advertisement

આ ઘટનાની મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા કુંભારવાડા વિસ્તારમાં ગઈ કાલે બાઈક ધીમું ચલાવવા બાબતે બે કોમ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

ભારે પથ્થમારો થવાથી સ્થાનિક એક વૃદ્ધ સહીત બે લોકો ઘવાયા છે જેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ આ ઘટના અંગેની જાણ નજકના પોલીસ સ્ટેશને થતા એસીપી ,પાણીગેટ પોલીસ અને ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસે કુંભારવાડા વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું અને બે યુવાનોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અહીં ચુસ્ત પોલીસ બંધોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં હાલ પોલીસે ઝડપેલ 2 યુવકોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે.


Advertisement