જુનાગઢ જિલ્લામાં બેરોકટોક જાહેર સ્થળોએ ધુમ્રપાન

12 June 2019 04:10 PM
Junagadh

શાળા-કોલેજ આસપાસ ગુટકા-તમાકુ-બીડી-સીગારેટનું વેચાણ

જુનાગઢ તા.12
એક તરફ જાહેર સ્થળોએ ધુમ્રપાન ન કરવા કાગળ ઉપર કડક અમલ થઈ રહ્યો છે. જયારે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જાહેર સ્થળોએ સ્કુલ કોલેજ નજીક બેરોકટોક ધુમ્રપાન- માવા- તમાકુનું વેચાણ થઈ રહ્યું છે તે તો અટકાવવાની વાત દૂર પરંતુ સરકારી કચેરીઓને સંપૂર્ણ તમાકુ મુકત કરવા મહિનામાં માત્ર એક વખત આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાઈવ કરવાના ખ્વાબ જોવા મળી રહ્યા છે. તમાકુ ગુટખા ધૂમ્રપાન કરનારાઓ માટે મહિને એક વખત ડ્રાઈવ કરવાથી તમાકુ ગુટકા મુકત થશે? તે સવાલ ઉઠી રહ્યો છે.
જુનાગઢ કલેકટર ડો. સૌરભ પારધી, ડીડીઓ પ્રકાશ ચૌધરીએ જાહેર સ્થળો ઉપર ધુમ્રપાન માટે અધિકારીઓને કડક સુચના આપી હતી. જેમાં તાલુકા હેલ્થ સેન્ટર ઓફીસરો રેવન્યુની ટીમએ મુલાકાત કરી મામલતદાર ટીડીઓને જાણ કરી અરજદારો કચેરીઓમાં ધુમ્રપાન કરે તેને અટકાવાયા મહિને માત્ર એકવાર હેલ્થ વિભાગ દ્વારા ડ્રાઈવ રાખવા અને તેમાં કોઈ ધુપ્રપાન કે તમાકુનું સેવન કરતા નજરે પડે તો તેનો દંડ વસુલવા જણાવાયું હતું. એસટી તંત્ર દ્વારા એપ્રીલ માસમાં 32 વ્યકિતઓને ધુમ્રપાન બદલ દંડ વસુલ્યો હતો.
સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અનેક તમાકુ ધૂમ્રપાન માવાનું સેવન કરતા હોય છે. કચેરીઓના પગથીયા- દીવાલોમાં માવાની પીચકારીઓથી દિવાલો રંગાઈ ગયેલી જોવા મળે છે. બારી દરવાજાઓની પાછળમાં પીચકારીઓ જોવા મળે છે. દિવાલો પર પીચકારીઓથી દિવાલ રંગાયેલી જોવા મળે છે. ત્યારે એક વાર માસમાં ડ્રાઈવ કરવાથી ધુમ્રપાન માવા મુકત કરી શકાશે? તે સવાલ સવા મણનો છે.


Loading...
Advertisement