વિ૨પુ૨(જલા૨ામ)ની આંગણવાડીઓમાં સુવિધાઓનો અભાવ : ભુલકાઓ હે૨ાન

12 June 2019 04:09 PM
Gondal
  • વિ૨પુ૨(જલા૨ામ)ની આંગણવાડીઓમાં સુવિધાઓનો અભાવ : ભુલકાઓ હે૨ાન
  • વિ૨પુ૨(જલા૨ામ)ની આંગણવાડીઓમાં સુવિધાઓનો અભાવ : ભુલકાઓ હે૨ાન
  • વિ૨પુ૨(જલા૨ામ)ની આંગણવાડીઓમાં સુવિધાઓનો અભાવ : ભુલકાઓ હે૨ાન

પીવાનું પાણી નથી : પંખાની સુવિધા નહિવત : પોષણક્ષમ આહા૨ મળતો નથી : પુ૨તો જથ્થો નહિ મળતાની ઉઠતી ૨ાવ

Advertisement

સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જગ વિખ્યાત છે, પૂજ્ય જલારામબાપા નામના સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે ત્યારે સુવિધાઓના અભાવે યાત્રાધામ વીરપુરમાં આવેલી 13 જેટલી આંગણવાડીઓની હાલત કફોડી બની ગઈ છે, વીરપુરમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલ 13 જેટલી આંગણવાડીઓમાં સુવિધાઓમાં જોઈએ તો અમુક આંગણવાડીઓમાં પંખા તો છે પણ બંધ હાલતમાં છે.
ઉનાળાના ઉંચા તાપમાનને લઈને ધોમધખતા તાપમાં નાના ભૂલકાઓની દયનિય સ્થિતિ સર્જાઈ છે,તો અમુક આંગણવાડીઓમાં બાળકોને વજન કરવાના કાંટાની પણ સુવિધા નથી,બાળકોના વજન આંગણવાડીમાં અપાતા રેશન જોખવાના કાંટા દ્વારા કરવામાં આવે છે, ગરીબ નાના બાળકો કુપોષણના શિકાર ન બને તે માટે સરકાર દ્વારા આંગણવાડીમાં અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે પણ સરકાર દ્વારા અમલમાં મુકાયેલ યોજનાઓ જ કુપોષણનો શિકાર બની ગઈ હોય તેમ એમાની એક પૂરક આહાર યોજના આ યોજનામાં બાળકોને પૂરતો આહાર અને પૂરતું પોષણ મળી રહે અને કોઈ બાળક કુપોષણના શિકાર ન બને તે હેતુથી આંગણવાડીઓમાં આવતા બાળકો માટે ત્યાંજ પોષણયુક્ત આહાર તેમજ આર.ઓ પાણી આપવામાં છેપરંતુ વાસ્તવમાં જોઈએ તો આ યોજના હેઠળ બનાવવામાં આવતો આહાર લોટ પાણીને લાકડા જેવો છે, બાળકોને આપવામાં આવતા આહારમાં હલકું ગુણવત્તા વાળો આહાર અપાય છે જ્યારે વીરપુરમાં આવેલી 13 જેટલી આંગણવાડીઓમાં આર.ઓ પાણી માટે ફિલ્ટર તો છે પણ તે શોભના ગાંઠિયા સમાન છે તે આર.ઓ.પાણીના ફિલ્ટર બંધ હાલતમાં છે જ્યારે બીજી એક યોજનાની વાત કરીએ તો હોમ ટેક રેશન યોજના આ યોજના તંત્ર દ્વારા આંગણવાડીઓની હેઠળ સર્વે મુજબ ગર્ભવતી મહિલાઓ તેમજ ધાત્રી અને કિશોરીઓને લાગુ પડે છે આ યોજનામાં આંગણવાડિયોના સર્વે મુજબ જે મહિલાઓ ગર્ભવતી હોય તેમજ ધાત્રી અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી ઘઉં,મગછળી દાળ,તેલ અને આયોડીન યુક્ત મીઠું આપવામાં આવે છે પરંતુ આ યોજનાની વાસ્તવિકતા જોઈએ તો આ યોજના ફક્ત કાગળ પર હોય તેમ છેલ્લા કેટલાક સમયથી ગર્ભવતી મહિલાઓને કે ધાત્રીઓને તેમજ કિશોરીઓને આ યોજનાનો લાભ મળતો નથી.
જ્યારે કોઈ ગર્ભવતી મહિલાઓ કે કિશોરીઓ હોમ ટેક રેશન યોજના અંતર્ગત પોતાના એરિયામાં આવતી આંગણવાડીઓમાં આ યોજનામાં આવતા રાશન લેવા જાય ત્યારે છેલ્લા ઘણા સમયથી કોઈવાર પૂરતો રાસનનો માલ આપવામાં આવતો નથી કોઈવાર માત્રને માત્ર ઘઉં અને મીઠું જ આપવમાં આવે છે તેલ તેમજ મગછળી દાળ આપવામાં આવતી નથી હોવાની ફરિયાદ લાભાર્થીઓમાં ઊઠવા પામી છે,જો કે વીરપુરમાં આવેલ 13 જેટલી આંગણવાડીઓના સંચાલિકાઓ બહેનોની પણ ફરિયાદ છે કે ઘણી વખત તે સંચાલિકાઓએ પણ તેમના સુપરવાઈઝરને આ બાબતે જાણ કરી છે છતાં કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી.
આ અંગે વીરપુર આંગણવાડીના સુપરવાઈઝર હંસાબેન પટેલને પૂછતાં તેમને ઉડાવ જવાબ આપ્યો હતો કે પાછલા મહિનાનું જે રાશન બાકી છે તે અમારી પાસે ના હોય અને જે ઉપરથી આવે તે આપીશું ! હવે જોવાનું એ રહ્યું કે કુપોષણ સામે રક્ષણના મોટાં બંગાળા ફૂંકતી સરકાર આંગણવાડીઓમાં આપવામાં આવતી યોજનાઓનો લાભ લાભાર્થીઓને પૂરો મળશે કે કેમ! આ અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તેવી લોકમુખે ચર્ચાઓ જાગી છે.


Advertisement