જૂનાગઢ જિલ્લામાં આર્થિક ગણતરી વર્કશોપ યોજાયો

12 June 2019 04:07 PM
Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં આર્થિક ગણતરી વર્કશોપ યોજાયો

સર્વ પ્રથમવાર મોબાઇલ એપ્લીકેશન દ્વારા ડીજીટલ આર્થિક ગણતરી

Advertisement

જૂનાગઢ તા.12
ભારત સરકાર દ્વ્રારા 7મી આર્થિક ગણતરી આગામી માસથી હાથ ધરવામાં આવશે જે અંતર્ગત જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.એસ.સી. ઈ-ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લી.ના માધ્યમથી કાર્યરત કોમન સર્વિસ સેન્ટરના વી.એલ.ઈ. અને ઓપરેટરોને ટ્રેનીગ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા આંકડા અધિકારી ટી. ડી. પટેલ અને એન.એસ.એસ.ઓ.(એનએસએસઓ) માંથી પી. સી. ઝાલા ઉપસ્થિત રહી આર્થિક ગણતરી 2019 ની કામગીરી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન સી.એસ.સી. એસ.પી.વી. (સીએસએસ એસપીવી) ગુજરાત રાજયટીમના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ડીસ્ટ્રીક મેનેજર અમિતભાઈ સોનછાત્રા , જયભાઈ વાડલિયા અને ડીસ્ટ્રીક કોર્ડીનેટર પિયુષ જોટવા દ્વારા કરવામાં આવેલ.


Advertisement