દીવમાં એનડીઆરએફની ટીમ દ્વારા વિસ્તાર છોડી દેવાની સૂચનાઓ આપવામાં આવી

12 June 2019 03:48 PM
Veraval

Advertisement

વાયુ’વાવાઝોડું રૌદ્ર રૂપ ધારણ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું પહોંચશે ત્યારે તેની ઝડપ 165 કિમી થવાની સંભાવના છે. વાયુ વાવાઝોડાને લઇને તંત્ર સજ્જ થયું છે. ત્યારે દીવમાં એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ છે સાથોસાથે સ્થાનિક પ્રશાસન પણ કામે લાગ્યું છે. પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા વિસ્તાર છોડી દેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે.


Advertisement