ઝાલાવાડમાં વિશ્વ યોગ દિવસ ઉજવાશે

12 June 2019 03:48 PM
Surendaranagar

શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, આમ નાગરીકો યોગામાં જોડાશે

(ફારૂક ચૌહાણ)વઢવાણ તા.12

સંયૂક્ત રાષ્ટ્રા સંઘ દ્વારા ભારતીય સંસ્કૃથતિની ઉત્તમદેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી પ્રતિ વર્ષે ર1 મી જુનની વિશ્વ યોગ દિન તરીકે ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવ્યુિ છે. વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત સમગ્ર ભારતવર્ષમાં એક સાથે અનેકવિધ સ્થાળોએ યોગના કાર્યક્રમો યોજાનાર છે.
જે અન્વયે સુરેન્દ્રીનગર જિલ્લામાં પણ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ ધાર્મિક સંસ્થાગઓ, શાળા-મહાશાળા સહિતના વિવિધ સ્થવળોએ યોગના કાર્યક્રમો યોજાનાર છે.
અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલાના અધ્યાક્ષ સ્થા ને યોજાયેલી બેઠકમાં અધિક કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લા માં વિશ્વ યોગ દિનની જિલ્લાી કક્ષાની ઉજવણી જવાહર ગ્રાઉન્ડગ, શ્રી એમ.પી.શાહ આર્ટસ એન્ડધ સાયન્સા કોલેજ, મેળાનું મેદાન વઢવાણ, એસ.પી. વિદ્યાલયતેમજ હવા મહેલ વઢવાણ ખાતે થનાર છે તેમજ જિલ્લા્ના ઐતહાસિક સ્થાળોએ પણ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે, તો આ ઉજવણીમાં દરેક નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાગના વઢવાણ, મુળી, ચોટીલા, સાયલા, લીંબડી, ચુડા, લખતર, પાટડી, ધ્રાંગધ્રા, થાનગઢ તાલુકાની શાળાઓ ખાતે પણ એક સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લાગ રમતગમત અધિકારીશ્રી બળવંતસિંહ ચૌહાણ, વઢવાણ પ્રાંત અધિકારીશ્રી વિજય પટણી, જિલ્લા ની વિવિધ કચેરીના અધિકારીઓતથા પતંજલી અને આર્ટ ઓફ લીવીંગ સંસ્થાનિા પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.


Loading...
Advertisement