ટ્રકને ઓવરટેક કરતાં ઇકો કારને નડ્યો અકસ્માત : એકજ પરિવારના 3 સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં

12 June 2019 03:46 PM
Ahmedabad

Advertisement

ખેડા-અમદાવાદ બાયપાસ રોડ પર માતર ચોકડી નજીક ટ્રકને ઓવરટેક કરવા જતા ઈકો કાર ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દુબાઈથી ખંભાત આવતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે પુત્રવધુ, દીકરી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.


Advertisement