વાવાઝોડાના પગલે 21 ટ્રેનો રદ- ટર્મીનેટ

12 June 2019 03:30 PM
Rajkot Gujarat Saurashtra
  • વાવાઝોડાના પગલે 21 ટ્રેનો રદ- ટર્મીનેટ

સૌરાષ્ટ્રની આંતરિક અને દેશ સાથે જોડતી અનેક ટ્રેનોને અસર : કચ્છની તામામ ટ્રેનો રદ : વેરાવળ-ઓખા-પોરબંદર-ભાવનગર-ભુજ અને ગાંધીધામની મુંબઈ અને દેશ સાથે જોડતી ટ્રેન સેવાને અસર થશે: કાલથી હાપા-ઓખા રદ: સૌરાષ્ટ્ર મેઈલને સુરેન્દ્રનગર સુધી જ દોડાવાશે: ટર્મીનેટ થયેલી ટ્રેનો ત્યાંથી જ વળતી મુસાફરી કરશે

રાજકોટ: સૌરાષ્ટ્ર પર તોળાઈ રહેલા વાયુ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તથા સમગ્ર દેશને જોડતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા તો તેને ટુંકાવવામાં આવી છે. વેસ્ટર્ન રેલ્વેની યાદી મુજબ તા.12 અને તા.13ના રોજ અનેક ટ્રેનોને અસર થનાર છે. જેમાં ગુવાહાટી ઓખા ટ્રેન જે આજે ગુવાહાટીથી તા.10ના રોજ રવાના થઈ હતી તેને આજે રાજકોટ ખાતે જ રોકી દેવામાં આવી છે અને તે રાજકોટ-ઓખા વચ્ચે રદ રહેશે. ટ્રેન નં.19251 સોમનાથ-ઓખા ટ્રેન આજે રદ કરવામાં આવી છે. જયારે રીટર્નથી ઓખા-સોમનાથ ટ્રેન પણ દોડશે નહી. ટ્રેન નં. 59207 ભાવનગર-ઓખા ટ્રેન આજે રાજકોટ ખાતે જ રોકી દેવાઈ છે અને તે રાજકોટ-ઓખા વચ્ચે દોડશે નહી.
આ જ રીતે ઓખા-ભાવનગર પણ રાજકોટ જ રોકી દેવાશે અને તે રાજકોટ, ભાવનગર વચ્ચે દોડશે નહી. ટ્રેન નં.12906 હાવરા પોરબંદર જે અમદાવાદ રોકી દેવાઈ છે અને કાલે તે અમદાવાદથી જ હાવરા ખાતે જવા રવાના થશે. તા.13ની હાવરા-ઓખા ટ્રેન રદ કરવામાં આવી છે.
તા.13થી પોરબંદર હાવરા ટ્રેન અમદાવાદથી જ દોડશે.
ટ્રેન નં. 11434 જબલપુર-સોમનાથ ટ્રેન રાજકોટ ખાતે જ રોકી દેવામાં આવી છે અને તે તા.14ના રાજકોટ-જબલપુર વચ્ચે જ દોડશે.
તા.14 સોમનાથ-જબલપુર ટ્રેન સોમનાથ-રાજકોટ વચ્ચે રદ કરવામાં આવી છે.
ટ્રેન નં.22957 અમદાવાદ-વેરાવળ (તા.12) રદ કરવામાં આવી છે.
ટ્રેન નં. 12901 બાન્દ્રા-ભાવનગર (તા.12) ટ્રેન જે આજે સાબરમતી સુધી જ દોડશે અને સાબરમતી-ભાવનગર વચ્ચેરદ રહેશે.
19203 ગાંધીનગર-ભાવનગર આજે રદ કરવામાં આવી છે.
ટ્રેન નં.19015 મુંબઈ સેન્ટ્રલ પોરબંદર સૌરાષ્ટ્ર મેઈલ સુરેન્દ્રનગર ખાતે જ રોકી દેવામાં આવી છે અને તે કાલે સુરેન્દ્રનગરની પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ

પોરબંદર-દિવ-કંડલા-મુંદ્રા-ભાવનગરની વિમાની સેવા રદ
રાજકોટ: આવતીકાલે વાવાઝોડાના પગલે અમદાવાદ-પોરબંદર-દીવ-અમદાવાદ-ફલાઈટ રદ કરવામાં આવી છે.
* અમદાવાદથી કંડલા-મુંદ્રા-ભાવનગર-અમદાવાદ ફલાઈટ રદ રહેશે.
* તા.14ની સ્થિતિ મુજબ આ વિમાની સેવા અંગે નિર્ણય લેવાશે.


Loading...
Advertisement