આવતીકાલે પૂ.રામેશ્ર્વર બાપુની બ્રહ્મલીન તિથિ ઉજવાશે : હજારો ભકતો ઉમટી પડશે

12 June 2019 03:22 PM
Porbandar

રાણાવાવ બરડા ડુંગરની ગોદમાં આવેલ જાંબુવન ગુફામાં

(બી.બી.ઠક્કર) રાણાવાવ તા.12
રાણાવાવ બરડા ડુંગરની ગોદમાં આવેલ જાંબુવન ગુફા ખાતે આગામી તા.13ના ગુરૂવારે ભીમ અગ્યિારસના દિવસે પૂ.રામેશ્ર્વરબાપુની બ્રહ્મલીન તીથી નિમિતે દર વરસની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે ઉજવવાની જોરદાર તૈયારીઓ જાંબુવન ગુફાનો રામેશ્ર્વર સેવા મંડળના કાર્યકરો દ્વારા થઇ રહેલ છે.
અહીં દર વર્ષે શ્રી રામેશ્ર્વર બાપુની બ્રહ્મલીન તીથી ભીમ અગ્યિારસ ઉજવવામાં આવે છે. સવારથી સાંજ સુધી હજારો માણસો જાંબુવન ગુફાએ પહોંચી જાય છે. જેમાં પ.પૂ.બાપુનું સામૈયુ, અખંડ રામધૂન તેમજ મહાપ્રસાદ રાખવામાં આવે છે. જેમાં ભીમ અગ્યિારસ હોવાથી આ દિવસે ફરાળી માંડવી બટેટાની ખીચડી સુકી ભાજી વગેરે અને જેને પ્રસાદી લેવી હોય તેના માટે બુંદી ગાંઠીયા રાખવામાં આવે છે.
પ.પૂ. રામેશ્ર્વર બાપુ અહીં જાંબુવન ગુફા ખાતે વરસો સુધી ભોયરામાં રહી તપ કરેલ છે. તેમજ ત્યારબાદ બહાર નીકળી સીયારામના નામનો નાદ લગાવેલ હતો. અહીં જાંબુવન ગુફા ખાતે ઠાકોરજીની હવેલી છે. જેની સેવા પુજા પૂ.રામેશ્ર્વર બાપુ કરતા હતા. ઘણા ભકતોના જણાવ્યા અનુસાર પૂ.બાપુએ ઠાકોરજીને પોતાના હાથે પણ જમાડેલ છે. ભોયરાની બહાર નીકળી જે જગ્યાએ બેસતા હતા ત્યાં હાલમાં રૂમ છે. જેમાં બાપુને દિવાલ ઘડીયાળનો શોખ ઘણો જ હતો. બાપુ ખુશ થઇ ઘણા ભકતોને કહેતા સીયારામ એક ઘનવાટ આપજે અને બાપુએ તે સાચવી દિવાલમાં લગાવતા હતા. પૂ.રામેશ્ર્વર બાપુ આ વિસ્તારમાં એક મહાન સંત તરીકે પ્રચલીત હતા. ભીમ અગ્યિારસનાં દિવસે સમગ્ર પોરબંદર જિલ્લો ઉપરાંત ગુજરાતમાંથી પણ બાપુનાં ભકતો હાજર રહે છે.


Loading...
Advertisement