ગોંડલના વાસાવડના આરોગ્ય કેન્દ્રમાં તબીબની નિમણુંક કરવા માંગ

12 June 2019 03:03 PM
Gondal

જિલ્લા આરોગ્ય અધિકારી અને ધારાસભ્યને રજૂઆત

Advertisement

ગોંડલ તા.12
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે છેલ્લા ત્રણ વર્ષથી લોકોના આરોગ્યની સુવિધા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, જે સરાહનીય છે, જયારે પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ થયેલ ત્યારથી અહીં કોઇ કાયમી એમબીબીએસ ડો. ની ભરતી કરવામાં આવેલ નથી.
આજદિન સુધી ચાર્જના મેડીકલ ઓફિસર દ્વારા કામગીરી લેવામાં આવે છે, તેમજ આ ગામમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર વાસાવડ ખાતે કાયમી ફાર્માસીસ્ટની પણ ભરતી થયેલ નથી. વાસાવડ ગામ આર્થીક રીતે પછાત હોય તેમના લાભાર્થે સરકાર દ્વારા આરોગ્ય સુવિધામાં વધારા હેતુથી પ્રાથમિક સારવાર કેન્દ્રને મંજુરી આપેલ હોય, પરંતુ મુખ્ય સ્ટાફની સમસ્યા માટે કાયમી ઉકેલ ના આવે ત્યાં સુધી આરોગ્ય કેન્દ્ર લોકોને આરોગ્ય સુવિધા આપવા સક્ષમ નથી.
ગામની અંદર પ્રાઇવેટ હોસ્પીટલ કે અન્ય આરોગ્ય સેવા નજીકમાં કોઇ સુવિધા ન હોવાને કારણે લોકોને પોતાની સામાન્ય આરોગ્ય સેવા લેવા માટે 40 કિ.મી. દુર ગોંડલ સુધી જવું પડે છે. તેમ સરપંચ બકુલભાઇ જયસ્વાલે જણાવેલ કે અમે લેખીતમાં ગોંડલ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય ખાતુ, રાજકોટ, તેમજ તાલુકા હેલ્થ ઓફીસર ને લેખીતમાં જાણ કરવામાં આવેલ છે.


Advertisement