ગોંડલના વાછરા ગામના સરપંચ વિરૂઘ્ધની અવિશ્વાસની દરખાસ્ત હાઇકોર્ટમાં પડકારાઇ

12 June 2019 03:01 PM
Gondal

ટીડીઓના હુકમને કાયમ રાખતી કોર્ટ

Advertisement

ગોંડલ તા.12
ગોડલ ના વાછરા ગામના સરપંચ વિરુદ્ધ છેલ્લા ધણા સમય થી ચુટાયેલા સભ્યો સાથે સુમેળ ન કરી શકતા ઉપસરપંચ દ્વારા અવિશ્ર્વાશની દરખાસ્ત બહુમતી સભ્યોને સાથે રાખી ને મુકવામાં આવી હતી ત્યારે ઈ.ચા.વિસ્તરણ અધિકારી પંચાયત ની હાજરી વચ્ચે સરપંચ વિરૂધ્ધ પ્રસ્તાવ પસાર થયો હતો જેમને સરપંચે હાઈકોર્ટમાં પડકારતા કોટેએ ટી.ડી.ઓ.ના હુકમ ને કાયમ રાખ્યો હતો.
વાછરા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગત તા. 7 ના રોજ સરપંચ ગંગાબેન મુળજીભાઈ સોલંકી વિરૂધ્ધ ઉપસરપંચ મહેશ ખૂટ .ધીરૂ વસાણી.શૈલેશ ખૂટ.ભરત સાકરીયા. હંસાબેન સોલંકી. પિન્ટુબેન રૈયાણી. સોનલબેન ચોથાણી એ સરપંચ વિરૂધ્ધ મતદાન કરતાં અવિશ્ર્વાશ ની દરખાસ્ત પસાર થયેલ હતી પંચાયત ની મીટીંગ વેળાએ સરપંચ ગંગાબેન સોલંકી એ નાદુરસ્ત તબિયત નો રીપોર્ટ મોકલ્યો હતો મહેશ ખૂટ દ્વારા કરાયેલ અવિશ્વાસ ની દરખાસ્ત ને પગલે તાલુકા ડેવલપમેન્ટ ઓફીસર ગોડલ દ્વારા ગંગાબેન ને સરપંચ તરીકે બરતરફ કરવામાં આવેલ જેમને લઈને સરપંચ એ હાઈકોર્ટમાં સ્પે.સીવીલ એપ્લીકેશન નં.9932/2019 થી અરજી દાખલ કરી ટી.ડી.ઓ.ના.હુકમ ને પડકારી હતી જે તા.11 ના રોજ ગુજરાત હાઈકોર્ટે એ ટી.ડી.ઓ.દ્વારા બરતરફ કરવાના હુકમને કાયમ રાખેલ ઉપસરપંચ મહેશ ખૂટ ના એડવોકેટ તરીકે સલીમ .સૈયદ રોકાયેલ હતા .જયારે ઉપસરપંચ મહેશ ખૂટની સરપંચ તરીકે વરણી કરવામાં આવેલ હતી ત્યારે ફરી પાછા સરપંચ થવાના ગંગાબેન ના ઓરતા અધુરા રહ્યા હતા.


Advertisement