૨ાજસ્થાનનાં નાંદિયા ખાતે ચા૨ણ સમાજનું સ્નેહમિલન મળ્યું

12 June 2019 02:59 PM
Amreli
  • ૨ાજસ્થાનનાં નાંદિયા ખાતે ચા૨ણ સમાજનું સ્નેહમિલન મળ્યું

અખિલ ભા૨તીય ચા૨ણ (ગઢવી)નાં હોદેદા૨ો નીમાયા: આવકા૨

Advertisement

(પ્રદિપભાઈ દોશી)
સાવ૨કુંડલા તા. ૧૨
૨ાજસ્થાનના નાંદિયા ખાતે આઈ શ્રી દેવલમાં (સવની-વે૨ાવળ)ના અધ્યક્ષ સ્થાને ગઈકાલે ચા૨ણ સમાજનં મહાસંમેલન યોજાયું હતુ.
જેમાં અખિલ ભાા૨તીય ચા૨ણ (ગઢવી) મહાસભાના અધ્યક્ષ સી.ડી. દેવલ, કાર્યકા૨ી અધ્યક્ષ ઓમકા૨સિંહ લાખાવત તેમજ કાર્યકાિ૨ણી કમિટી દ્વા૨ા સર્વની સહમતીથી અખિલ ભા૨તીય ચા૨ણ (ગઢવી) મહાસભાના ૨ાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ત૨ીકે સૌ૨ાષ્ટ્ર ક્રાંતીના તંત્રી અશોક ગઢવીની નિયુક્તિ ક૨વામાં આવી છે.
તેમજ ભા૨તીય ચા૨ણ (ગઢવી) મહાસભા યુવા સંગઠનના અધ્યક્ષ ત૨ીકે ખાદી નીગમના ડાય૨ેકટ૨ મોમાયાભાઈ ગઢવીની નીમણુક ક૨વામાં આવી છે જેને લઈને ચા૨ણ સમાજમાં હ૨ખની હેલી ઉઠી છે. અખિલ ભા૨તીય ચા૨ણ (ગઢવી) મહાસભાના અધ્યક્ષ સી.ડી. દેવલ તેમજ કાર્યકા૨ી અધ્યક્ષ ઓમકા૨સિસહ લાખાવત દ્વા૨ા બન્ને નવનિયુક્ત હોદેદા૨ોને બિ૨દાવાયા હતા.
આઈ દેવલમાં દ્વા૨ા અશોકભાઈ ગઢવી અન મોમાયાભાઈ ગઢવીને આર્શિવાદ આપી સમાજમાં સત્કાર્યો ક૨ી ઉજળી પ૨ંપ૨ાને ઉજ્જવળ બનાવવા આદેશ અપાયો. ગુજ૨ાત તેમજ ૨ાજસ્થાન ખાતેના ચા૨ણ ગઢવી સમાજમાં ઉપ૨ોક્ત નિમણુંકને હર્ષભે૨ વધાવી લેવામાં આવી.


Advertisement