દ્વારકાના દરિયાકાંઠે શ્રઘ્ધાળુઓને જવા પર મનાઇ : એસઆરપી ગોઠવાઇ

12 June 2019 02:57 PM
Jamnagar
  • દ્વારકાના દરિયાકાંઠે શ્રઘ્ધાળુઓને જવા પર મનાઇ : એસઆરપી ગોઠવાઇ

દ્વારકા-ઓખા સહિતના દરિયામાં ઉછળતા લોઢ : ભારે પવન ફૂંકાયો : કલેકટર દ્વારા આગોતરી તૈયારીઓ : એલર્ટ

જામખંભાળીયા તા.12
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.12-6-19 થી 14-6-19 સુધી ભારે વરસાદ તેમજ તા.13-6-19થી 14-6-19 સુધી 90 થી 100 કિ.મી./કલાકની ઝડપે પવનની ગતી રહેવાનની ચેતવણી જાહેર કરેલ છે. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે આજ રોજ કલેકટર નરેન્દ્ર કુમાર મીનાના અધ્યૂક્ષ સ્થા ને તાત્કાલીક બેઠક બોલાવવામાં આવી હતી.
જિલ્લા કલેકટરએ વાવાઝોડા દરમિયાન માછીમારોને, અગરીયાઓને અને સામાન્ય નાગરીકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવી હતી. માછીમારોને પરત આવવાની સુચના તેમજ વોર્નીંગ સિગ્લંસના પ્રસારણ માટે મરીન વિભાગને સુચના આપવામાં આવી હતી તેમજ આગામી 13-6-19 સુધી ભારે વરસાદ તેમજ તા.12-6-19થી 13-6-19 સુધી પવનની ઝડપ 80 કિ.મી.થી વધીને 100 કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. જે અન્વદયે માછીમારો કે બોટો દરીયામા ન જાય તેની તકેદારી રાખવા તેમજ કંટ્રોલ રૂમને સતર્ક રહેવા અગરીયાઓને દરીયાથી દુર રહેવા અને હાલના તબ્બકે તેમની પ્રવૃતિ સ્થગીત કરવા અને સબંધિત વિભાગોને સતર્ક રહેવા તેમજ તાલુકા સ્તરે પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. જીલ્લામમાં ગ્રામ્યો વિસ્તાટરોમાં લોકોને શાળાના ઓરડાઓમાં સ્થાનળાંતરની યોગ્યં વ્યાવસ્થાી કરવા અને વિજળી, પાણી અને આરોગ્યર અંગે યોગ્યા વ્યાવસ્થાથ કરવા લગત અધિકારીશ્રીઓને સુચનોઓ આપી હતી. અને વધુમાં જણાવ્યું કે, તા.12 અને 13 તારીખના શાળાઓ, કોલેજ અને આંણગવાડીમાં વિધાર્થીઓને રજા રહેશે.
સંભવીત વાવાઝોડા સંદર્ભે જિલ્લા અને તાલુકા કંટ્રોલરૂમ
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.12-6-19 થી 14-6-19 સુધી ભારે વરસાદ તેમજ તા.13-6-19થી 14-6-19 સુધી 90 થી 100 કિ.મી./કલાકની ઝડપે પવનની ગતી રહેવાનની ચેતવણી જાહેર કરેલ છે. વાવાઝોડામાં મદદ માટે નંબર 1077, 112 અને જિલ્લાક તથા તાલુકાના કંટ્રોલરૂમનો સંપર્ક કરવો.
પાલિકા તંત્ર એલર્ટ : એકશન પ્લાન તૈયાર
ખંભાળીયા સાથે સમગ્ર જિલ્લા અને રાજયના વિસ્તારોમાં બુધવારે તથા ગુરૂવારે સંભવીત રીતે ત્રાટકનાર વાયુ વાવાઝોડા સામે લડી લેવા ખંભાળીયા નગરપાલિકા સાથે સમગ્ર વહિવટી તંત્ર સાબદુ બની ગયું છે.
બુધવારે રાત્રીથી ગુરૂવાર સુધીમાં અન્ય સ્થળોની સાથે ખંભાળીયા પંથકમાં ત્રાટકનાર વાયુ વાવાઝોડાની ગતિ 100 કિ.મી. સુધીની ચિંતાજનક હોવાની સંભાવના વચ્ચે ખંભાળીયા તાલુકાના નબળા વર્ગના લોકો તથા અન્ય રહીશો માટે નગરપાલિકા દ્વારા પાલિકા સંચાલીત બગીચામાં આવેલા યોગ કેન્દ્ર તથા પોર ગેઇટ ખાતે આવેલા કોમ્યુનિટી હોલ અને ચાર રસ્તા પાસે બારાઇ શોપીંગ સેન્ટર ખાતે આવેલી જુની નગરપાલિકા કચેરી ખાતે ખાસ આશ્રય સ્થાનો તૈયાર કરવામાં આવ્યા છે.
ભારે વરસાદ કે પુર અને વાવાઝોડાની પરિસ્થિતિમાં આ સ્થળોએ નગરપાલિકા તંત્ર દ્વારા રેસ્કયુ તથા રાહત ઓપરેશન હાથ ધરી, લોકોને અહીં સલામત રીતે ખસેડવામાં આવશે. અહીં લોકો માટે બીસ્કીટ, પાણી, નાસ્તો તથા જરૂર પડયે જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સાથે શહેરના વિસ્તારોમાં થાંભલાઓ પર તથા અન્ય સ્થળોએ ઝુલતા જાહેરાતોના બોર્ડ તથા હોર્ડીંગ્ઝ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વાવાઝોડાના પગલે નગરપાલિકાના ચીફ ઓફિસર એ.કે.ગઢવી દ્વારા પાલિકા પ્રમુખ શ્ર્વેતાબેન શુકલ, કારોબારી ચેરમેન દિપેશભાઇ ગોકાણી, બાંધકામ વિભાગના વડા એમ.એન.નંદાણીયા, રામદેવસિંહ વિગેરે સાથે મહત્વની બેઠક યોજી શહેરની જુની અને જર્જરીત 24 જેટલી ઇમારતના માલિકોને નોટીસો આપી, જુનુ બાંધકામ તાકીદે દૂર કરવા જણાવાયું છે. આ મકાનોમાં રહેતા લોકોને સલામતી માટે પોલીસને સાથે રાખી, મકાન ખાલી કરાવવામાં આવે તે માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અહીંની મહાપ્રભુજીની બેઠક પાસેથી પસાર થતા નદીની વહેણમાં હાલ ખાલી જગ્યામાં જૂના કપડા વેંચતા આસામીઓને આ સ્થળેથી તાકીદે ખાલી કરી જગ્યા ખુલ્લી કરવા પણ તંત્રએ તાકીદ કરી છે. ભારે વરસાદ તથા પવનના કારણે નગરપાલિકા સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ પણ અપાયો છે.
પ્રાથમિક ઉપયોગની ચીજોનો લોકો દ્વારા સંગ્રહ : ભાવોમાં ભડકો
ખંભાળીયા પંથકમાં સંભવીત વાવાઝોડાના પગલે અનાજ, શાકભાજી તથા ફ્રૂટ ઉપરાંત પીવાના પાણી વગેરેનો સ્ટાફ લોકોએ એકત્ર કરી રાખ્યો છે. જેના પગલે શાકભાજીના ભાવો ડબલ કે તેથી વધુ થઇ ગયા છે.


Loading...
Advertisement