દબાણમાં આવતી ભાજપના કાઉન્સિલર સહિતનાની 5 દુકાનો પાલિકાએ તોડી પાડી...જુઓ વિડીયો

12 June 2019 02:56 PM
Ahmedabad

Advertisement

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તા રેસામાં આવતી ભાજપના કાઉન્સિલર અને શિક્ષણ સમિતિના સભ્ય સહિત 5 વ્યક્તિઓની દુકાનો આજે તોડી પાડવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા તમામ દુકાનદારોને અગાઉ નોટિસો આપવામાં આવી હતી. વડોદરા શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બની હતી ત્યારે ગત દિવસોમાં કોર્પોરેશનના ટી.પી. વિભાગ દ્વારા માપણી કરવામાં આવી હતી જેમાં રોડ લાઇનમાં આવતી 5 દુકાનોના માલિકોને દુકાનોના દબાણો દૂર કરવા માટે નોટિસ આપી હતી.


Advertisement